નવી દિલ્હી: કોંગ્રેસ નેતા મનિષ તિવારી(Manish Tewari) ના નવા પુસ્તક '10 Flash Points; 20 Years - National Security Situations that Impacted India' ને લઈને ખુબ હોબાળો મચ્યો છે. જેમાં તેમણે પૂર્વની મનમોહન સરકાર પર નિશાન સાધ્યું છે. આ બધા વચ્ચે ભાજપે પણ કોંગ્રેસ, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસની નિષ્ફળતાઓનું કબૂલાતનામું- ભાજપ
ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેને કોંગ્રેસની નિષ્ફળતાઓનું કબૂલાતનામું કહેવું જ યોગ્ય રહેશે. ખુબ સ્વાભાવિક હતું કે દરેક ભારતીયની જેમ અમને પણ ખુબ પીડા થઈ હતી. આજે આ તથ્ય સ્પષ્ટ થઈ ગયું કે કોંગ્રેસની સરકાર નક્કામી હતી. રાષ્ટ્ર સુરક્ષા જેવા મુદ્દે ભારતની અખંડિતતાની પણ તેને ચિંતા નહતી. શું સોનિયા-રાહુલ પોતાની ચૂપ્પી તોડશે? આ સવાલ ભાજપ એટલા માટે ઉઠાવી રહ્યો છે કારણ કે દેશ માટે આ સવાલોના જવાબ જાણવા જરૂરી છે. સોનિયા ગાંધીને એ સવાલ છે કે ભારતીય સેનાને ખુલ્લી છૂટ અને મંજૂરી કેમ ન આપવામાં આવી?


Congress ના દિગ્ગજ નેતાએ પૂર્વ UPA સરકાર પર કર્યા આકરા પ્રહાર, પુસ્તકમાં 26/11 હુમલા મુદ્દે સાધ્યું નિશાન


મનમોહન સિંહ પાસે મંજૂરી માંગતી રહી સેના- ભાજપ
ગૌરવ ભાટિયાએ કહ્યું કે આપણી સેના મનમોહન સિંહ પાસે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે મંજૂરી માંગતી રહી. પરંતુ એવું તે શું થયું કે સોનિયા ગાંધીનીં મંજૂરી તેમને ન મળી. પુલવામા હુમલા બાદ અમે સર્જિકલ સ્ટ્રાઈક કરી. પાકિસ્તાનમાં ઘૂસીને ઠોક્યા. પરંતુ 26/11 હુમલા બાદ સેનાને કેમ મંજૂરી ન આપવામાં આવી?


Fungus: કોરોના બાદ નવી ફંગસનો હાહાકાર, કોઈ દવાની અસર ન થતા ડોક્ટર્સ પણ સ્તબ્ધ, આટલાના મોત


ગૌરવ ભાટિયાએ કહ્યું કે હાલ થોડા દિવસ પહેલા નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે ઈમરાન ખાન તો અમારા મોટા ભાઈ છે. દેશ પૂછી રહ્યો છે રાહુલ ગાંધીને કે અમે શું છીએ? જે શહાદત આપણા પોલીસકર્મીઓ અને કમાન્ડોએ આપી તેનો બદલો પાકિસ્તાન સાથે લેવામાં તમે સફળ કેમ ન થયા?


તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે દેખાડ્યું કે ભારતની શક્તિ શું છે? સેના પર વિશ્વાસ કરવું શું હોય છે અને સેનાની તાકાત શું છે. યાદ કરો પાકિસ્તાને ઉરીમાં હુમલો કર્યો તો સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube