નવી દિલ્હી : કેન્દ્રીય મંતરી જીતેન્દ્ર સિંહે શનિવારે દાવો કર્યો કે, સીબીઆઇ નિર્દેશકની પસંદગી કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી ઉચ્ચ સ્તરીય સમિતીનાં સભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પોતાની પસંદગીનાં અધિકારીઓને મહત્વ આપવાની ખોટી ઇચ્છાથી સીબીઆઇ પ્રમુખના માનદંડોમાં હેરફેર કરવાનો પ્રયાસ કર્યો. તેમણે ખડગે પર આરોપ લગાવ્યો કે તેઓ પસંદગી સમિતીમાં થયેલી ચર્ચા અંગે મીડિયાને માત્ર પોતાની ધારણાઓ અનુસાર વાતો કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઋષી કુમાર શુક્લા સીબીઆઇનાં નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા

કેન્દ્રીય કાર્મિક રાજ્યમંત્રી સિંહે જણાવ્યું કે, ખડગેએ સીબીઆઇ નિર્દેશકની પસંદગી અંગે સ્વતંત્ર અને નિષ્પક્ષ મુલ્યાંકન પર આધારિત ઉદ્દેશ્યપરક માપદંડોમાં હેરફેર કરવાનો પ્રયાસ કર્યો. તેઓ ઉમેદવારની અંતિમ યાદીમાં પોતાના કેટલાક પસંદગીના અધિકારીઓનો સમાવેશ કરવા ઇચ્છી રહ્યા હતા. કાર્મિક મંત્રાલયના આદેશ અનુસાર મધ્યપ્રદેશના પૂર્વ પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ઋષી કુમાર શુક્લાને શનિવારે બે વર્ષના નિશ્ચિત  કાર્યકાળ માટે સીબીઆઇનાં નિર્દેશક નિયુક્તિ કરવામાં આવ્યા હતા. 


શું તમે પણ વાપરો છો ક્રોમ તો થઇ જાઓ સાવધાન, હેક થઇ શકે છે બેંક એકાઉન્ટ

વર્ષ 1983 બેચના આઇપીએસ અધિકારી શુક્લાને આલોક કુમાર વર્માના સ્થાને સીબીઆઇ પ્રમુખના પદ પર નિયુક્તિ કરવામાં આવ્યા. વર્માને 10 જાન્યુઆરીએ સીબીઆઇ નિર્દેશકનાં પદ પરથી હટાવવામાં આવ્યા હતા. સિંહે કહ્યું કે, મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ સીબીઆઇ પ્રમુખની પસંદગીમાં લાગુ કરવામાં આવનારા માનદંડોનું સંપુર્ણ સમર્થન કર્યું. સીબીઆઇ નિર્દેશકની પસંદગી કરનારી સમિતીમાં વડાપ્રધાન મોદી ઉપરાંત મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઇ) ગોગોઇ અને લોકસભામાં કોંગ્રેસનાં નેતા ખડગેનો સમાવેશ થાય છે.