BJPનો રાહુલ પર વળતો પ્રહાર: કોંગ્રેસનો દલિતો સાથેનું વલણ દયાભાવ જેવું
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વંચિતો વિરુદ્ધ અત્યાચાર અટકાવવાનાં અધિનિયમને નબળું બનાવનારા ન્યાયાધીશની પુન: નિયુક્તિ થકી સરકાર દલિત વિરોધી માનસિકતા છતી થઇ છે
નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP) અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને તથ્યો તપાસવાની સલાહ આપવામાં આવી અને કોંગ્રેસ પાર્ટી પર દલિતોની સાથે દયાભાવ તથા તેમને નબળા દેખાડવા માટે થતા પ્રયાસો અને હિન પ્રકારના વ્યવહારનો આરોપ લગાવ્યો. અમિત શાહે પોતાના ટ્વીટમાં કહ્યું કે, રાહુલજી જ્યારે તમને આંખો મારવા અને સંસદની કાર્યવાહી અટકાવવામાંથી સમય મળે તો તથ્ય તપાસો. રાજગ સરકારે પોતાનાં કેબિનેટનો નિર્ણય તથા સંસદ દ્વારા અધિનિયમમાં સંશોધન કરીને તેને મજબુત કર્યું છે. તેમ છતા પણ તેનો વિરોધ શા માટે કરી રહ્યા છે.
ભાજપ અધ્યક્ષની આ ટીપ્પણી રાહુલ ગાંધીના સરકાર પર દલિત વિરોધી માનસિકતાની ટીપ્પણી તુરંત બાદ આવી છે. રાહુલે પોતાની ટીપ્પણીમાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી દ્વારા વંચિતોની વિરુદ્ધ અત્યાચાર અટકાવનારા અધિનિયમને નબળો પાડનારા ન્યાયાધીશની પુન: નિયુક્તિથી સરકારની દલિત વિરોધી માનિસકતા વ્યક્ત થઇ છે. રાહુલ ગાંધીએ તેમ પણ કહ્યું કે, ભાજપની આગેવાનીવાળી કેન્દ્ર સરકારનાં હૃદયનાં દલિતો માટે કોઇ સ્થાન નથી.
અમિત શાહે કહ્યું કે, સારૂ થાત જો કોંગ્રેસ અધ્યક્ષ પોતાની પાર્ટી દ્વારા ડૉ. આંબેડકર, બાબુ જગજીવન રામ તથા સીતારામ કેસરીની સાથે કરવામાં આવેલા વ્યવહાર અંગે બોલે. કોંગ્રેસનું દલિતોની સાથે વ્યવહારની પદ્ધતી દયાભાવ જેવું અને તેમને ઓછા દેખાડનારૂ છે. વર્ષોથી કોંગ્રેસે દલિત આકાંક્ષાઓનું અપમાન કર્યું છે.
સુપ્રીમ કોર્ટે 20 માર્ચે પોતાનાં આદેશમાં એસસી-એસટી અધિનિયમ હેઠળ કેસ દાખલ કરતા પહેલા કડક સુરક્ષા ઉપાય નિર્ધારિત કર્યા હતા. તેમાં પ્રારંભિક તપાસ તથા આગોતરા જામીનનાં પ્રાવધાનનો સમાવેશ થાય છે. કોર્ટે એવો આદેશ વયક્તિગત્ત તથા રાજનીતિક કારણોથી અધિનિયમના દુરૂપયોગના ઉદાહરણોનો હવાલો ટાંક્યો હતો.
આ આદેશથી દલિત નારાજ થયા હતા. સુપ્રીમ કોર્ટે ન્યાયમુર્તિ ગોયલ 6 જુલાઇના રોજ સેવાનિવૃત થયા. આ દિવસે તેમણે એનજીટીના ચેરમેન નિયુક્ત કરી દેવામાં આવ્યા. સરકારે 1989ના અધિનિયમમાં સંશોધન કર્યું છે, જેણે સર્વોચ્ચ કોર્ટના આદેશને પલટી નાખ્યો હતો અને આરોપીની તત્કાલ ધરપકડના પ્રાવધાનને બહાલ કરી દીધો. આ સંશોધનને લોકસભાને સોમવારે પસાર કરી દીધું.
રાજ્યસભા સાંસદ શાહે તેમ પણ કહ્યું કે, શું એક સંયોગ છે કે જે વર્ષે સોનિયા ગાંધી કોંગ્રેસમાં સમાઇ, તે વર્ષે ત્રીજા મોર્ચા-કોંગ્રેસ સરકારે બઢતીમાં અનામતનો વિરોધ કર્યો અને જે વર્ષે રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા, તે એક મજબુત એસસી-એસટી અધિનિયમ તથા ઓબીસી પંચનો વિરોધ કરે છે. પછાત વિરોધી માનસિકતા દેખાઇ રહી છે.