ચંદીગઢ: ભાજપ મહાસચિવ તરૂણ ચુગ (Tarun chug) એ કહ્યું કે તેમની પાર્ટીએ 2022માં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં તમામ 117 સીટો પર લડવાની તૈયારી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે. ચૂગે કહ્યું કે જમીની સ્તર પર બીજેપી કાર્યકર્તાઓને એકજૂટ કરીને રાજ્યના 23000 મતદાન કેન્દ્રો પર સંસ્થાકીય માળખું બનાવવામાં આવી રહ્યું છે. તેમણે અહીં એક નિવેદનમાં કહ્યું 'ભાજપ અધ્યક્ષ 19 નવેમ્બરના રોજ પાર્ટીના દસ જિલ્લા કાર્યાલયોનું ડિજિટલ રીતે ઉદઘાટન કરશે તથા તૈયારીઓનું નિરિક્ષણ લેવા અને પાર્ટી કાર્યકર્તાઓમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે જોશ ભરવાના હકિકતમાં રાજ્યમાં ત્રણ દિવસની યાત્રા કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબની તમામ 117 વિધાનસભા સીટો પર લડવા માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ
ભાજપના મહાસચિવે કહ્યું કે પ્રદેશ અધ્યક્ષ અશ્વિની શર્મા (Ashwini Sharma)ના નેતૃત્વમાં પાર્ટીના નેતા પંજાબમાં નરેન્દ્ર મોદી  (Narendra Modi) સરકારની 160 લોક કલ્યાણાકારી યોજનાઓને લોકપ્રિય બનાવશે અને રાજ્યમાં તેના પર કામથી લોકોને માહતિગાર કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે પાર્ટીએ પંજાબની તમામ 117 વિધાનસભા સીટો પર લડવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. 


લગભગ બે મહિના પહેલાં શિરોમણિ અકાળી દળ (Shiromani Akali Dal)એ કેન્દ્રના કૃષિ કાયદાને લઇને રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) છોડી દીધી હતી. બંને દળો વચ્ચે સીટોની ભાગીદારીના ફોર્મૂલા અનુસાર ભાજપ 13 સંસદીય સીટોમાં ત્રણ અને 117 વિધાનસભા ક્ષેત્રોમા6થી 23 પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. બાકી પર એસએડીના ઉમેદવાર રહેતા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube