Free Gas Cylinder in Ujjwala Yojana: યુપીની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત મળી છે. ભાજપ પૂર્ણ બહુમતની સાથે એકવાર ફરીથી સત્તામાં આવી ગયો છે. યુપીમાં એક જ પાર્ટીની સતત બીજીવાર સરકાર બનાવવાનો આ રેકોર્ડ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે ખુબ મોટી ઉપલબ્ધિ છે. ભાજપ હાલ ખુબ જશ્ન મનાવે છે. હોળી પહેલા જ હોળી ઉજવાઈ રહી છે. પરંતુ અઠવાડિયા બાદ આવનારો આ હોળીનો તહેવાર યુપી રાજ્ય સરકાર માટે એક મોટી કશ્મકશ લઈને આવી રહ્યો છે. અને તે છે એક ચૂંટણી વચનને નિભાવવાનું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે પૂરો થશે આ વાયદો
યુપીમાં જનતાને પોતાના પક્ષમાં લેવા માટે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કુલ 130 વાયદા કર્યા હતા. જો કે ભાજપે તેને વાયદાની જગ્યાએ સંકલ્પ કહ્યું હતું એટલે કે તેને પૂરું કરવાની ડબલ ગેરંટી. જેમાંથી એક વચન છે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હોળી સુધીમાં મફત ગેસ સિલિન્ડર આપવાનું. પરંતુ હવે આ વચન પૂરું કરવાનું સરકારને ભારે પડી શકે છે. વાત જાણે એમ છે કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ 937.50 રૂપિયા છે. જેને જોતા આ વચન પૂરું કરવા માટે સરકારે લગભગ 1400 કરોડ રૂપિયા ખર્ચ કરવા પડશે. આટલી મોટી રકમ આટલી જલદી ખર્ચ કરવી એ યોગી માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. 


કોણ છે આ પલ્લવી પટેલ? જેમણે ભાજપની આંધીમાં પણ કેશવ પ્રસાદ મોર્યને હરાવ્યા, ખાસ જાણો


ઉજ્વલા ગેસના લાભાર્થીઓને સિલિન્ડર આપવા ઉપરાંત પણ રાજ્ય સરકાર પર અનેક વાયદાનો બોજ છે. ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં તેનો પણ જોરશોરથી ઉલ્લેખ કરેલો છે. 


- સમૃદ્ધ કૃષિ માટે  આગામી 5 વર્ષ સુધી તમામ ખેડૂતોને સિંચાઈ માટે મફત વીજળી આપવી. આ સંકલ્પ તો ભાજપ માટે મોટું ચૂંટણી હથિયાર જેવું બની રહ્યો. 
- 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને મફતમાં જાહેર પરિવહનની સુવિધા આપવી. 
- લોકસેવા આયોગ સહિત તમામ સરકારી નોકરીઓમાં મહિલાઓની સંખ્યા વધારીને બમણી કરવી. 
- વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોનું પેન્શન વધારીને 1500 રૂપિયા કરવું. 
- વિધવા અને નિરાશ્રિત મહિલાઓનું પેન્શન વધારીને 1500 રૂપિયા કરવું.
- મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના હેઠળ મળનારી નાણાકીય મદદને 15 હજાર રૂપિયાથી વધારીને 25 હજાર રૂપિયા કરવી. 
- મુખ્યમંત્રી સામૂહિક વિવાહ અનુદાન યોજના હેઠળ એક લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવી. 
- શેરડીના ખેડૂતોને 14 દિવસની અંદર શેરડીના મૂલ્યની ચૂકવણી કરવી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube