નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી પીડીપી ભાજપ ગઠબંધનની સરકારમાં તિરાડ પડી છે. ગઠબંધનવાળી આ સરકારમાંથી ભાજપે પોતાનો હાથ પરત ખેંચી લેવાની જાહેરાત કરી છે. રાજ્યપાલને પત્ર સુપ્રત કરાયો છે અને જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સુધાર માટે રાજ્યપાલ શાસનની માંગ કરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ભાજપ સાથે બ્રેકઅપ પર બોલ્યા મહબૂબા મુફ્તી- મોટા વિઝન સાથે કર્યું હતું ગઠબંધન


ત્રણ વર્ષથી ચાલી રહેલી સરકારમાંથી છેડો ફાડતાં ભાજપે કહ્યું કે, ત્રણ વર્ષથી અમારી આ સરકાર ચાલી રહી હતી. અમને વિકાસની અને સ્થિતિ સુધારની આશા હતી પરંતુ હાલના સંજોગ જોતાં દેશ હિતમાં અમે આ નિર્ણય લીધો છે. ભાજપના મંત્રીઓએ પોતાના રાજીનામા રાજ્યપાલને આપી દીધા છે. સાજે મહેબૂબા મુફ્તી પણ પોતાનું રાજીનામું આપી શકે છે અને રાજ્યમાં રાજ્યપાલ શાસન લાદવાની માંગ કરવામાં આવશે. 


આ પણ વાંચો : J&Kમાં રાજ્યપાલ શાસન લગાવવાની ગતિવિધિ શરૂ, કેન્દ્રીય ગૃહ સચિવને મળ્યા NSA ડોભાલ


  • પીડીપી અને ભાજપની સરકાર 19 જાન્યુઆરી 2015માં બની હતી. પરંતુ કાશ્મીરની સ્થિતિના લીધે બંને પાર્ટીઓનું આ ગઠબંધન પોતાનો કાર્યકાળ પુરો કરી શક્યું નહી. 4 એપ્રિલના રોજ મહબૂબા મુફ્તી મુખ્યમંત્રી બન્યા હતા.

  • ભાજપે રાજ્યપાલને સમર્થન પાછું ખેંચવા માટે ચિઠ્ઠી સોપી. ભાજપના પ્રવક્તા રામ માધવે કહ્યું કે પીડીપી સાથે ચાલવું મુશ્કેલ છે. 

  • રામ માધવે પ્રેસ કોંફ્રેંસ યોજીને આ વાતની જાણકારી આપી રહ્યા છે. તેમણે કહ્યું કે 2014માં જે જનતાનો જનાદેશ આવ્યો હતો. ત્યારે સરકારે સાથે સરકાર ચલાવવાનો નિર્ણય લીધો હતો. 

  • રામ માધવે કહ્યું કે કાશ્મીર ઘાટીમાં પીડીપીને બહુમત મળી હતી જ્યારે શહેરોમાં ભાજપને જનતાનું સમર્થન મળ્યું હતું. ત્યારબાદ અમે સરકાર બનાવવાનો નિર્ણય કર્યો હતો. અમારો પ્રયત્ન કાશ્મીરમાં શાંતિ લાવવાનો હતો. 

  • રામ માધવે કહ્યું કે કાશ્મીરમાં ખૂબ વધુ રેડિકલ થઇ ગયું છે. અહીં ફ્રીડમ ઓફ સ્પીચની આઝાદી પણ રહી નથી. જેમ કે થોડા દિવસો પહેલાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની હત્યાથી સાબિત થઇ ગયું છે. 

  • કાશ્મીરને કેંદ્ર સરકાર પાસેથી 80 હજાર કરોડનું પેકેજ મળ્યું કારણ કે સરકાર ઘાટીમાં શાંતિ ઇચ્છે છે. ભાજપ બહાર નિકળતાં મહબૂબા મુફ્તીની સરકાર ખતરામાં આવી શકે છે.

  • રામ માધવે કહ્યું કે પીએમ મોદી અને અમિત શાહની સલાહ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ઘણા રાજ્યોમાં સારી સરકાર ચલાવવા માટે દરેક પ્રકારના પ્રયત્નો કરવામાં આવશે. ભાજપ સતત સરકારમાં રહી છે પરંતુ મુખ્ય કમાંડ પીડીપીના હાથમાં છે. 

  • રામ માધવે કહ્યું કે અમારા મંત્રીઓ પાસે જે વિભાગ હતા તે લોકોએ પ્રયત્નો કરીને તેમાં કામ કર્યું છે. પરંતુ રાજ્યમાં વિકાસ કાર્ય ઠીક ચાલી રહ્યું નથી. ત્રણ વર્ષ સુધી સરકાર ચલાવ્યા બાદ અમે આ નિર્ણય કર્યો છે કે હવે અમે એક સાથે આગળ વધી શકીશું નહી.

  • ભાજપે રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી.

  • રામ માધવે કહ્યું કે દેશની અખંડતા અને એકતા માટે અમે આ નિર્ણય લઇ રહ્યા છે. ભાજપ માટે કાશ્મીર હંમેશા ભારતનો એક અખંડ ભાગ રહ્યું છે. 

  • અમારા મંત્રીઓનો વિકાસ કાર્યોને કરવામાં ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. રામ માધવે કહ્યું કે વ્યાપક દેશહિતમાં દેશની એકતા, અખંડતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખતાં, સમર્થન પરત લેવાનો નિર્ણય કર્યો છે. 

  • રામ માધવે કહ્યું કે ઘાટીમાં પ્રેસની આઝાદી ખતરામાં છે, પથ્થરબાજીની ઘટનાઓ વધી રહી છે. અમે રાજ્યમાં શાંતિ સ્થાપવા માટે 1 મહિના સુધી સીઝફાયર ન કર્યું પરંતુ આતંકવાદીઓ અને અલગાવવાદી દ્વારા કોઇ સકારાત્મક પગલું જોવા ન મળ્યું. 

  • ભાજપે સમર્થન પરત લેવાનું કારણ મહેબૂબા સરકાર અલ્પમતમાં આવી ગઇ છે અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

  • શિવસેનાના સંજય રાઉતે કહ્યું કે અમે પહેલાં એમ કહેતાં આવ્યા છીએ કે પહેલાં દિવસ એક દેશદ્વોહી ગઠબંધન હતું. 

  • આ ગઠબંધન તૂટ્યા બાદ શિવસેનાએ કહ્યું કે ભાજપ અને પીડીપીનું ગઠબંધન દેશદ્બોહી હતું અને આ હું પહેલાંથી જ કહી રહ્યો હતો. 

  • ઉમર અબ્દુલાએ પીડીપી-ભાજપ ગઠબંધન તૂટતાં કહ્યું કે અને એટલા માટે થઇ ગયું છે. 

  • નેશનલ કોન્ફ્રેંસે પોતાના પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યોની ઇમરજન્સી બેઠક બોલાવી છે.