નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં લોકસભા ચૂંટણી માટે સેલિબ્રિટી ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારવા પર વાંધો ઉઠાવનાર દિલ્હી એકમથી નાખુશ ભાજપે પ્રદેશ એકમને સંભવિત ઉમેદવારોની નવી યાદી મોકલવાનું કહ્યું છે. સૂત્રોએ સોમવારે આ જાણકારી આપી હતી. ચૂંટણી પહેલા ટિકિટ મેળવવાના ઉદ્દેશથી સેલિબ્રિટી ઉમેદવારોના સંગઠનમાં સામેલ થવાના મુદ્દે પાર્ટી કાર્યકર્તાઓના વિરોધની વચ્ચે શુક્રવારે દિલ્હી ભાજપ ચૂંટણી સમિતિએ રાષ્ટ્રીય રાજધાનીની સાત લોકસભા બેઠક માટે ત્રણ-ત્રણ સંભવિત નામ મોકલ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: મુંબઈની પ્રખ્યાત મેડિકલ કોલેજનું વિદ્યાર્થીનીઓ પર વિચિત્ર ફરમાન, ‘આવા કપડા ન પહેરો’


પ્રદેશ એકમની ચૂંટણી સમિતિની બેઠકમાં જે યાદીને અંતિમ રૂપ આપવામાં આવ્યું તેમાં પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરનું નામ સામેલ ન હતું. પાર્ટીમાં સામેલ થયા બાદ નવી દિલ્હી બેઠકથી તેમની ચૂંટણી લડવાની અટકળો ચાલી રહી હતી. બેઠકમાં સામેલ થયા દિલ્હી ભાજપના કેટલાત અન્ય નેતાઓએ દાવો કર્યો કે, લોકસભા ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે પાર્ટીમાં સેલિબ્રિટીના સામેલ થવાને લઇને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને માગ કરવામાં આવી હતી કે સમર્પિત નેતાઓ તેમજ કાર્યકર્તાઓને પ્રાથમિકતા આપતા ટિકિટ વહેંચણી કરવામાં આવે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...