હોશિયારપુર: એક્ટર સની દેઓલને ભાજપે ગુરુદારપુરથી લોકસભા ચૂંટણીની ટિકિટ આપી છે. જેને લઈને કોંગ્રેસના ઉમેદવાર રાજકુમાર છબ્બેવાલે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે મોદી સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. ભાજપને પંજાબમાં 3 બેઠકો પર ઉતારવા માટે ઉમેદવારો જ ન મળ્યાં. હકીકતમાં રાજ્યની કુલ 13 બેઠકો પર ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે ગઠબંધન છે. પરિણામે ભાજપે 3 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. જેના પર રાજકુમાર છબ્બેવાલે કહ્યું કે ભાજપે ગુરુદાસપુર બેઠક પરથી સની દેઓલને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ ભલે સની દેઓલ કે સની લિયોનને લાવે પરંતુ કોઈ આ આંધી (કોંગ્રેસ) સામે ટકી શકશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ 'ભાજપ' ને લઇને મરવાની વાત કેમ કરી? શું કહ્યું? જાણો


યુવાઓ હશે સની દેઓલની પ્રાથમિકતા
આ દરમિયાન અભિનેતામાંથી નેતા બનેલા સની દેઓલે ગુરુવારે કહ્યું હતું કે યુવાઓ માટે રોજગારની તકો ઊભી કરવી એ તેમના માટે પ્રાથમિકતા હશે. અભિનેતાએ એ વાત પર ભાર મૂક્યો કે તેઓ ગુરુદાસપુરના લોકોનું કામ કરવા આવ્યાં છે અને મુંબઈ પાછા ફરવાનો તેમનો કોઈ ઈરાદો નથી. સની દેઓલ ઉર્ફે અજય સિંહ દેઓલે અભિનેતા અને ગુરુદાસપુરથી ભાજપના પૂર્વ સાંસદ વિનોદ ખન્નાના કાર્યકાળના પણ વખાણ કર્યાં. તેમણે કહ્યું કે આ સરહદી વિસ્તારની સીટ પર લોકોના મતો મેળવીને તેઓ ખન્નાના કામને આગળ લઈ જશે. 


સની દેઓલે પહેલીવાર મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે અમારા માટે સૌથી મહત્વપૂર્ણ યુવાઓ છે. હું તેમના માટે રોજગારની તકો ઉભી કરવા માંગુ છું. તેમણે કહ્યું કે તેઓ ખેડૂતોના કલ્યાણ માટે કામ કરવા માંગે છે. અભિનેતાએ કહ્યું કે અમારો પંજાબ સાથે સંબંધ છે અને ખેતી અમારા લોહીમાં છે. હું તેમના તમામ મુદ્દાઓ સમજવા માંગુ છું અને તેમના કલ્યાણ માટે દરેક શક્ય પગલું લેવા માંગુ છું. 


જુઓ LIVE TV 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...