નવી દિલ્હી :મહારાષ્ટ્ર (Maharashtra) અને હરિયાણા (Haryana) વિધાનસભા ઈલેક્શન (Assembly Elections 2019)ની રણનીતિને લઈને આજે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય ઈલેક્શન સમિતિની બેઠક શરૂ થઈ છે. નવી દિલ્હીમાં આયોજિત આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડા હાજર રહ્યાં છે. બીજેપી (BJP) સીઈસી (CEC)ની આ બેઠકમાં ભાગ લેવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટ સહિત મહારાષ્ટ્રના સહપ્રભારી કેશવ મૌર્ય પણ બીજેપી ઓફિસ પહોંચ્યા છે.


ડુંગળીના વધતા ભાવને કારણે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, તમારા કામના છે આ સમાચાર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બેઠકમાં મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ઈલેક્શનમાં ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે. તો બીજી તરફ, મોટા નેતાઓની હાજરીમાં પાર્ટીના ઈલેક્શન પ્રચાર-પ્રસારની રણનીતિ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.


રવિવારના રોજ બીજેપીએ વિધાનસભા ઉપચૂંટણી માટે પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. બીજેપીએ પોતાના લિસ્ટમાં 32 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. તેમાં યુપીના 10, અસામના 4, કેરળના 5, સિક્કીમ, પંજાબ, હિમાચલ પ્રદેશના 2-2 સીટ જાહેર કરી છે. તો બિહાર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મેઘાલય, ઓરિસ્સા, રાજસ્થાન, તેલંગાનાની 1-1 સીટ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. મધ્ય પ્રદેશના ઝાબુઆ વિધાનસભા સીટ માટે બીજેપીએ ભાનુ ભરીયાના ઉમેદવાર બનાવ્યા છે. તો છત્તીસગઢની ચિત્રકુટ સીટ પર સેલચ્છુરામ કશ્યપને પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યાં છે. 


ઈલેક્શન માટે અધિસૂચના 27 સપ્ટેમ્બરના રોજ જાહેર થશે. મુખ્ય ઈલેક્શન કમિશન સુનીલ અરોડાએ કહ્યું હતું કે, નામાંકન દાખલ કરવાની અંતિમ તારીખ 4 ઓક્ટોબર છે. જ્યારે કે નામાંકન પત્રની તપાસ 5 ઓક્ટોબરના રોજ કરાશે. 
 


દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :