LIVE: ભાજપ ચૂંટણી સમિતીની બેઠકમાં પહોંચ્યા PM મોદી, ઉમેદવારની થઇ શકે છે જાહેરાત
આગામી લોકસભા 2019 (Lok Sabha Elections 2019) પહેલા વિપક્ષી દળો સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ, બસપા વગેરેએ પોતાનાં ઉમેદવારોનાં નામોની જાહેરાત કરવાનું ચાલુ કરી દીધું છે
નવી દિલ્હી : આગામી લોકસભા 2019 (Lok Sabha Elections 2019) પહેલા વિપક્ષી દળો સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ, બસપા વગેરેએ પોતાનાં ઉમેદવારોનાં નામોની જાહેરાત કરવાનું ચાલુ કરી દીધું છે. આ સૌની વચ્ચે ભાજપે અત્યાર સુધી પોતાનાં પત્તા નથી ખોલ્યા. અટકળો લગાવાઇ રહી છે કે ભાજપ શનિવારે લોકસભા ચૂંટણી માટે 100 સીટો પર પોતાના ઉમેદવારોનાં નામોની જાહેરાત કરી શકે છે.
કોંગ્રેસે ગોવામાં સરકાર બનાવવાનો દાવો કર્યો રજુ, ગવર્નરને લખ્યો પત્ર
ભાજપના કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, રાજનાથ સિંહ, અરૂણ જેટલી સહિત અનેક નેતાઓનો સમાવેશ થાય છે. પાર્ટીસુત્રોનું કહેવું છે કે આ બેઠકમાં 100 ઉમેદવારોનાં નામો પર મહોર લાગશે. બીજી તરફ જણાવાઇ રહ્યું છે કે કેન્દ્રીય ચુંટણી સમિતીની આગામી બેઠક 18 માર્ચે થશે. બીજી તરફ જણાવાઇ રહ્યું છે કે આજની બેઠક બાદ ઉત્તરપ્રદેશની 80 લોકસભા સીટો પર ઉમેદવારોની જાહેરાત નહી થાય.
હું ક્યારે પણ ચોકીદાર ચોર છે એવું બોલ્યો નથી: અખિલેશ યાદવ
મળતી મહિતી અનુસાર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને નાગપુરથી ટીકિટ મળવાનું નિશ્ચિત છે. બીજી તરફ નોર્થ ગોવાથી કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ નાઇકને ટીકિટ મળે તે નિશ્ચિત છે. મળતી માહિતી અનુસાર 18 માર્ચે યોજાનારી આગામી બેઠકમાં ઉત્તરપ્રદેશની 80 લોકસભા સીટો પર ઉમેદવારોનાં નામ નક્કી કરવામાં આવી શકે છે.
નિષ્ફળતાઓથી ધ્યાન હટાવવાનાં પ્રયાસો કરી રહ્યું છે ભાજપ અને મોદી: માયાવતી
12થી વધારે ભાજપ સાંસદોની ટીકિટ કપાઇ શકે છે.
રાજ્યમાં સત્તાવિરોધી લહેરથી બચવાના પ્રયાસમાં જોડાયેલી ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશમાં પોતાનાં 12 હાલનાં સાંસદોની ટીકિટ નહી આપવા માટેની તૈયારી કરી રહ્યા છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ ઓળખ વ્યક્ત નહી કરવાની શરતે જણાવ્યું, પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતી મધ્યપ્રદેશથી પાર્ટીનાં 12થી વધારે હાલના સાંસદોને ટીકિટ કાપવા અંગે વિચાર કરી રહી છે.
ભારત-અમેરિકા કરશે આ સ્પેશ્યલ પ્લાન પર કામ, થશે આતંકવાદીઓનો સફાયો
2014માં 18 સાંસદોને નથી આપવામાં આવી ટીકિટ
વર્ષ 2014માં યોજાયેલ લોકસભા ચૂંટણીમાં દેશમાં ચાલી રહેલી મોદીની લહેરના કારણે ભાજપને પ્રદેશની 29માંથી 27 સીટો મળી હતી. ત્યારે કોંગ્રેસ માત્ર ગુના અને છિંદવાડા સીટો બચાવી શકતી હતી. છિંદવાડાથી મધ્યપ્રદેશનાં વર્તમાન મુખ્યમંત્રી કમલનાથ જીત્યા હતા, જ્યારે ગુનાથી સિંધિયા રાજઘરાના વંશજ જ્યોતિરાદિત્ય સિંધિયા. આ બંન્ને સીટો કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. વર્ષ 2014ના લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે પોતાનાં 18 સાંસદોને ફરી એકવાર ચૂંટણી મેદાનમાં નહોતા ઉતાર્યા.