અમિત શાહે કહ્યું- દેશને ગેરમાર્ગે દોરી રહ્યો છે વિપક્ષ, NRC પર રાહુલ ગાંધી વલણ સ્પષ્ટ કરે
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ મંગળવારે રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર પર સંસદમાં પોતાની વાત ન કહી શક્યા તો તેમણે પત્રકાર પરિષદ યોજીને પોતાની વાત રાખી.
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (NRC) પર હક્યું કે, વિપક્ષી પાર્ટીઓ આ મામલે દેશને ગેરમાર્ગે દોરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ વોટબેન્કના ચક્કરમાં બંગાળી ઘુષણખોરોને બહાર કરવાનું સાહસ ન દેખાડી શકી અને હવે સવાલ ઉઠાવી રહી છે.
અમિત શાહે પત્રકાર પરિષદમાં કહ્યું, જ્યારે ગૃહમાં મેં એનઆરસી પર મારી વાત રાખવા ઇચ્છી તો ગૃહ ન ચાલવા દીધું. આ મારા માટે દુર્ભાગ્યની વાત છે કે મારી વાત ન રાખી શક્યો. તેથી પત્રકાર પરિષદ યોજવી પડી.
તેમણે કહ્યું, 40 લાખ ભારતીયોને ગેરકાયદેસર જાહેર કરવાની ચર્ચા થઈ રહી છે. પરંતુ વાસ્તવિકતા અલગ છે. જે નામ હટાવવામાં આવ્યા છે, પ્રાથમિક જાણકારીમાં તે ભારતીય જાણવા મળ્યા નથી, તે ઘુષણખોરો છે. શાહે સ્પષ્ટ રીતે કહ્યું કે, જે પોતાના ભારતીય નાગરિક હોવાના એકપણ પૂરાવા આપી શક્યા નથી, તેને રજીસ્ટરથી બહાર કરવામાં આવ્યા નથી.
શાહ પ્રમાણે, 40 લાખનો આંકડો અંતિમ આંકડો નથી. તેમણે કહ્યું કે, વિપક્ષી પાર્ટી ભારતીય નાગરિકોનું નામ કાપવાની વાત કહીને દેશને ગેરમાર્ગે દોરી રહી છે.
તેમણે કહ્યું, એનઆરસી આસામ એકોર્ડની આત્મા છે, જે રાજીવ ગાંધીએ સાઇન કર્યું હતું. શાહે કહ્યું કે, એકોર્ડની આત્મા આ જ હતી કે, એક-એક ઘુષણખોરોને શોધી-શોધીને દેશની બહાર કરવામાં આવે, પરંતુ કોંગ્રેસ હવે તેના પર દેશને ગેરમાર્ગે દોરી રહી છે. અમિત શાહે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસની અંદર બાંગ્લાદેશિઓને બહાર કાઢવાનું સાહસ ન હતું, કારણ તે, વોટબેન્કનો ખતરો હતો.
રાહુલ પોતાનું વલણ સ્પષ્ટ કરે
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ટિપ્પણી કરતા અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધી એનઆરસીના મુદ્દા પર પોતાનું વલણ સ્પષ્ટ કરે. તેમણે તૃણમૂલ કોંગ્રેસ સહિત અન્ય પક્ષોને એનઆરસી પર પોતાનું વલણ સ્પષ્ટ કરવાની માંગ કરી છે. શાહ પ્રમાણે પી. ચિદમ્બરમે ગૃહપ્રધાન રહેલા કહ્યું હતું કે, બંગાળી ઘુષણખોરોને બહાર કાઢવામાં આવે. પરંતુ હવે કોંગ્રેસ તરફથી સવાલ ઉઠી રહ્યાં છે.
મમતા પર કટાક્ષ
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર શાહે કહ્યું કે, તેમણે પોતાનું સામાન્ય જ્ઞાન થોડું સરખું કરી લેવું જોઈએ. શાહે કહ્યું કે, મમતા બેનર્જી ચૂંટણી જીતવા માટે ભ્રમ ફેલાવી રહી છે. શાહે કહ્યું કે, ભાજપ દેશની સરહદ સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને પોતાના અસલી નાગરિકોના માનવાધિકારોની સાથે તે કોઇ સમજુતી કરી શકે નહીં.