અમરાવતી : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રાબાબુ નાયડૂને દેશના પલટીમાર મુખ્યમંત્રી ગણાવતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે સોમવારે કહ્યું કે, ટીડીપી પ્રમુખ માટે એનડીએનાં દરવાજા હંમેશા માટે બંધ થઇ ગયા છે અને ટીડીપીને ગઠબંધનમાં ક્યારે પણ સ્થાન નહી મળે. શ્રીકાકુલમ જિલ્લાનાં પલાસામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ કન્ના લક્ષ્મીનારાયણની રાજ્યવ્યાપી બસ યાત્રાનુ ઉદ્ધાટન કરતા શાહે મુખ્યમંત્રી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અપહરણના આરોપીની ધરપકડ કરવા ગયેલી પોલીસની જ ધરપકડ થઇ ગઇ !

શાહે કહ્યું કે, તેઓ દેશનાં પલટીમાર મુખ્યમંત્રી તરીકે ઓળખાય છે, કારણ કે તેમણે દરેક વસ્તુ પર વસ્તુઓ અગણીત વખત પોતાનાં વલણમાં પરિવર્તન કર્યું છે. શાહે કહ્યું કે, તેઓ (1978માં) કોંગ્રેસ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ ટીડીપીમાં જતા રહ્યા. સત્તા સુખ પ્રાપ્ત કરવા માટે તેઓ 2998માં એનીડેમાં જોડાયા હતા જ્યારે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા. ત્યાર બાદ 2004માં જ્યારે ભાજપ હાર્યું તો તેઓ એનડીએનો સાથ છોડી દીધો. 


J&K: સીઆપીએફ કેમ્પ પર હુમલો કરનારા આતંકવાદીની NIA દ્વારા ધરપકડ

શાહે કહ્યું કે, પછી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા જોઇને 2014માં ફરીથી મોદીના ચરણોમાં પડી ગયા. હવે જ્યારે તેમને ખબર પડી કે આંધ્રપ્રદેશનાં લોકો તેમનાથી ત્રસ્ત થઇ ચુક્યા છે ભાજપનાં નેતૃત્વ પર નિશાન સાધવા લાગ્યા. તેમણે કહ્યું કે, આંધ્રના લોકો તમારા ભ્રષ્ટાચારથી કંટાળી ચુક્યા છે. તેઓ હવે કોંગ્રેસમાં જતા રહ્યા છે અને હાલની ચૂંટણી પણ લડી. તેમણે લોકોને ભાજપને સત્તામાં લાવવા માટે મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ ચંદ્રબાબુ નાયડૂને ક્યારે પણ એનડીએમાં આવવા નહી દે. અમારા દરવાજા હંમેશા માટે બંધ થઇ ચુક્યા છે.