કાશ્મીરમાં વહેલું જવાનોનું લોહી વ્યર્થ નહી જાય: ગોરખપુરમાં બોલ્યા અમીત શાહ
પાંચ વર્ષમાં મોદી સરકારે આતંકવાદનો જવાબ આપ્યો છે, પછી કૂટનીતિક ક્ષેત્ર હોય, પછી ગોળીનો જવાબ ગોળીથી આપવાનો હોય, પછી સર્જીકલ સ્ટ્રાઇક હોય, મોદી સરકારે જવાબ આપ્યો છે
ગોરખપુર : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પુલવામા આતંકવાદી હુમલા પર શનિવારે કહ્યું કે કાશ્મીરની ધરતી પર જવાનોનું વહેલું લોહી વ્યર્થ નહી જાય. શાહે ગોરખપુરમાં પાર્ટીનાં ખેડુત મોર્ચાના રાષ્ટ્રીય અધિવેશનમાં કહ્યું કે, પુલવામા પર સમગ્ર દેશમાં રોષ છે પરંતુ હું કહેવા માંગુ છું કે તમારા થકી જ બનેલી ભાજપ સરકાર આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ પર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, તમે ચિંતા ન કરતા. જવાનોનું જે લોહી કાશ્મીરની ધરતી પર વહ્યું છે, તે વ્યર્થ નહી જાય.
પ્લેન હાઇજેકિંગની ધમકી, સમગ્ર દેશનાં એરપોર્ટ્સ પર હાઇએલર્ટ
શાહે કહ્યું કે, પાંચ વર્ષમાં મોદી સરકારે આતંકવાદનો જવાબ આપ્યો છે. પછી કુટનીતિક ક્ષેત્ર હોય, પછી ગોળીનો જવાબ ગોળીથી આપવાનો હોય, પછી સર્જિકલ સ્ટ્રાઇક હોય, મોદી સરકારે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, પુલવામાં શહીદ થયેલા ચાલીસથી વધારે જવાનોનાં પરિવારની સાથે સમગ્ર દેશ ઉભો છે. શાહે કહ્યું કે, 70 વર્ષ સુધી જે પણ સરકારો આવી, તેમણે ખેડૂતોની વોટબેંક સમજીને ટુકડાઓમાં કામ કર્યું પરંતુ પહેલી વાર નરેન્દ્ર મોદીની સરકારે ટેક્નોલોજીનાં આધાર પર વિકાસ કરવાનું ચાલુ કર્યું.
પઠાણનો પુત્ર અને સાચો હોય તો સાબિત કરે ઇમરાન PM મોદીની ચેલેન્જ
શાહે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વ્યંગ કરતા કહ્યું કે, રાહુલ બાબા અમને સલાહ આપશે, જેમને તે ખબર નથી કે બટાકાની ખેતરની નીચે થાય છે કે ઉપર. હું કહું છું કે મને ખરીફ પાકનાં નામ લખીને આપી દો, અમે માની જઇશું. સમગ્ર દેશમાં ખેડુત જો બદહાલ હોય તો તેમાં એક પાર્ટી કોંગ્રેસનું યોગદાન રહ્યું. ભાજપ અધ્યક્ષે કહ્યું કે, પહેલા ખેડુતનો યુરિયા સીધો જ વેપારીઓ પાસે જતો રહેતો હતો, ખેડૂતો પર લાઠીઓ ચાલતી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસનાં રાજમાં યુરીયા માટે લાઇનો લાગતી હતી પરંતુ નરેન્દ્ર મોદી સરકારે આ નીમ કોટેડ કરી દેવામાં આવ્યું અને હવે તેની કાળાબજારી નથી થઇ શકતી. તેમણે કહ્યું કે, એક નાનકડા પ્રયોગથી અબજો રૂપિયાની કાળાબજારી રદ્દ કરી દેવાઇ. આ પ્રયોગ ખેડૂતોનાં ખેત માટે ખુબ જ મોટુ રહ્યું. તે પહેલા, શાહે લખનઉમાં સહકારિતા સમ્મેલનમાં કહ્યું કે, ઉત્તરપ્રદેશનાં પ્રશાસનિક ઢાંચો જે સપા-બસપા સરકારના કારણે ચરમરાઇ ગઇ હતી, આજે યોગી આદિત્યનાથનાં નેતૃત્વમાં અહીંનો પ્રશાસનિક અને રાજનીતિક ઢાંચો ઝડપથી મજબુત થઇ રહ્યું છે.