દિનેશ દુખંડે, મુંબઇ: સામાન્ય ચૂંટણીમાં એક વર્ષથી ઓછો સમય બાકી રહ્યો છે. એવામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પોતાનાથી નારાજ સહયોગીને મનાવવામાં લાગી ગઇ છે. તેની શરૂઆત શિવાસેનાથી થઇ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના ઘરે માતોશ્રી જઇને તેમની નારાજગી દૂર કરવાનો પ્રયત્ન કરશે. અમિત શાહ ગુરૂવારે સાંજે (6 જૂન)ના રોજ સાંજે લગભગ છ વાગે માતોશ્રી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મુલાકાત 'ભાજપ સંપર્ક ફોર સમર્થન' અભિયાન હેઠળ હશે. આ અભિયાન હેઠળ અમિત શાહ દેશની પ્રસિદ્ધ હસ્તીઓને મળી રહ્યા છે અને તેમને મોદી સરકારની ચાર વર્ષની ઉપલબ્ધિઓ ગણાવી રહ્યા છે. જોકે આ મુલાકાતને આ દ્વષ્ટિકોણના બદલે ઉદ્ધવ ઠાકરેની નારાજગી દૂર કરવાના પ્રયત્નના રૂપમાં જોવામાં આવી રહી છે. અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે ગત વર્ષે જૂલાઇમાં રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન મળ્યા હતા. હવે લગભગ એક વર્ષ બાદ બંને પક્ષોના પ્રમુખ પરસ્પર મળશે. 

મુંબઈમાં મુશળધાર વરસાદ, નાસિકમાં 3 બાળકો સહિત 5ના મોત, 48 કલાકમાં વિધિવત રીતે ચોમાસું બેસશે


અમિત શાહે આ મુલાકાતના આપ્યા હતા સંકેત
તાજેતરમાં પાલઘર લોકસભા સીટ અને ભંડારા-ગોંદિયા વિધાનસભા સીટ પર યોજાયેલી પેટાચૂંટણીમાં શિવસેના અને ભાજપે એકબીજા વિરૂદ્ધ ચૂંટણી લડી હતી. બંને પક્ષોએ જીત માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા. જોકે બાજી ભાજપના હાથ લાગી છે. આ પેટાચૂંટણીના પરિણામ આવવાના ઠીક પહેલાં અમિત શાહે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે તે ઇચ્છે છે કે શિવસેના 2019ની લોકસભાની ચૂંટણીમાં તેમની સાથે મળીને લડે. તેમણે કહ્યું હતું કે પેટાચૂંટણીના પરિણામ આવ્યા બાદ તે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે. 


આ ઉપરાંત મહારાષ્ટ્રથી આવનાર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે તે 2019ની લોકસભાની ચૂંટણીમાં શિવસેનાને પોતાનાથી અલગ થવા દેવા માંગતા નથી. તેનાથી બંને પક્ષોને નુકસાન થશે. અત્રે ઉલ્લેખનીય છે સાંસદ અને પ્રવક્તા સંજય રાઉત જાહેરાત કરી ચૂક્યા છે કે તેમની પાર્ટી 2019ની લોકસભાની ચૂંટણી એકલા હાથે લડશે. થોડા સમય પહેલાં શિવસેના દ્વારા મોદી સરકારની કાર્ય પ્રણાલી પર સવાલ ઉઠાવ્યા હતા. 


પાલઘર પેટાચૂંટણી દરમિયાન યૂપીના મુખ્યમંત્રી અને ભાજપના ફાયર બ્રાંડ નેતા યોગી આદિત્યનાથે ઉદ્ધવ ઠાકરેને ચપ્પલ વડે મારવા જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તો બીજી તરફ શિવસેનાએ એક ઓડિયો જાહેર કરતાં આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ભાજપ કાર્યકર્તાઓ સાથે શિવસેનાના ઉમેદવારોને કોઇપણ પ્રકારે હરાવવાનું કહે છે. 


આ દરમિયાન શિવસેના ઘણીવાર વિપક્ષી દળોની પ્રશંસા પણ કરી ચૂક્યું છે. આંધ્ર પ્રદેશમાં એનડીએમાંથી ચંદ્વબાબુ નાયડૂ અલગ થતાં શિવસેનાએ કહ્યું હતું કે ભાજપ પોતાના સહયોગી દળો સાથે જે પ્રકારનું વલણ અપનાવે છે તેના લીધે બીજા ઘણા દળ એનડીએમાંથી અલગ થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આટલા બધા વિવાદો બાદ પણ મહારાષ્ટ્ર અને કેંદ્ર સરકારમાં શિવસેના અને ભાજપ વચ્ચે ભાગીદારીની સરકાર ચાલી રહી છે.