Punjab માં 65 સીટો પર ચૂંટણી લડશે BJP, કેપ્ટન અને ઢીંઢસાની પાર્ટીને મળી આટલી સીટો
પંજાબમાં વિધાનસભાની ચૂંટણીના આગાઝની સાથે જ તમામ રાજકીય પક્ષો પોતાની જીતના દાવા કરી રહ્યા છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પંજાબને લઈને એનડીએના વિઝન અંગે સ્પષ્ટતા કરી છે.
નવી દિલ્હીઃ પંજાબમાં વિધાનસભાની ચૂંટણીના આગાઝની સાથે જ તમામ રાજકીય પક્ષો પોતાની જીતના દાવા કરી રહ્યા છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પંજાબને લઈને એનડીએના વિઝન અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે પંજાબ સરહદી રાજ્ય હોવાના કારણે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે અને ત્યાં સુરક્ષાનો મુદ્દો સૌથી મહત્વપૂર્ણ છે.
અમરિંદર સિંહના ખાતામાં 37 સીટો
જેપી નડ્ડાએ કહ્યું કે આ ચૂંટણી પંજાબનું ભવિષ્ય નક્કી કરશે. તેમણે કહ્યું કે પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ એનડીએ તરફથી 37 સીટો પર ચૂંટણી લડશે અને 15 સીટો સુખદેવ સિંહ ઢીંઢસાના શિરોમણી અકાલી દળ (યુનાઈટેડ) ને આપવામાં આવી છે. નડ્ડાએ કહ્યું કે ભાજપ પંજાબની 65 સીટો પર ચૂંટણી લડશે.
અયોધ્યામાં ટ્રેન ઉથલાવવાનું કાવતરું, પાટા પરથી 6 બોલ્ટ ગાયબ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે વડાપ્રધાન મોદીને પંજાબ પ્રત્યે ખાસ લગાવ છે અને હવે રાજ્યને આર્થિક રીતે સફળ બનાવવું પડશે, જેના માટે ત્યાં સ્થિર સરકારની જરૂર છે. તેમણે કહ્યું કે પંજાબમાં દેશવિરોધી ષડયંત્રો થઈ રહ્યા છે પરંતુ આ ચૂંટણી આગામી પેઢીઓને સુરક્ષિત રાખનાર સાબિત થશે.
પંજાબમાં સ્થાયી સરકાર આપવાનો હેતુ
ભાજપ અધ્યક્ષે કહ્યું કે આ ચૂંટણી અને પંજાબ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પંજાબની સ્થાયી સરકાર અમારા માટે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, પંજાબના લોકોએ દેશ માટે ઘણું બલિદાન આપ્યું છે. ગુરુ ગોવિંદ સિંહ જીના બલિદાનને ભૂલી શકીએ નહી, ગુરુ તેગ બહાદુર જીના બલિદાનને ક્યારેય ભૂલી શકીએ નહી, સ્વતંત્રતા સંગ્રામમાં ભગત સિંહના બલિદાનને રાષ્ટ્ર ક્યારેય ભૂલી શકશે નહીં. આ ઉપરાંત માસ્ટર તારા સિંહે પણ દેશને ઘણું આપ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube