બર્ધમાન: ભાજપ (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે પશ્ચિમ બંગાળ (JP Nadda West Bengal Visit)ના પ્રવાસ પર છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)ના નેતૃત્વમાં ભાજપ (BJP) પશ્ચિમ બંગાળ (West Bengal) વિધાન સભા ચૂંટણી 2021ના પ્રથમ રાજ્યમાં તેમની શક્તિ પ્રદર્શન કરી રહી છે. ભાજપે પશ્ચિમ બંગાળના ખેડૂતો માટે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- પ્રવાસી સંમેલન: અમેરિકી સંકટ વચ્ચે PM મોદીએ કહ્યું- ભારતનું લોકતંત્ર સૌથી જીવંત


ભાજપ (BJP) ચીફ જેપી નડ્ડા (JP Nadda)એ બર્ધમાન જિલ્લામાં કિસાન સુરક્ષા ગ્રામ સભાને સંબોધિત કરી. તેમણે કહ્યું કે, જે રીતે મોટી સંખ્યામાં તમે લોકો આવ્યા છો અને જે રીતે મારું સ્વાગત કર્યું છે. તે દર્શાવે છે કે, મમતા બેનર્જીની સરકાર જવાનું નક્કી છે અને ભાજપની સરકાર આવવાનું નક્કી છે.


જેપી નડ્ડાએ કહ્યું કે, ખેડૂતની સાથે અન્યાય થઈ રહ્યો છે. અમે કિસાનોને ન્યાય અપાવીશું. મોદી તમે આગળ વધો કિસાન તમારી સાથે છે. કિસાનોનો અવાજ તમારી સાથે છે. પશ્ચિમ બંગાળની જનતાએ મન બનાવી લીધું છે કે, ભાજપને આવવાનું છે અને તે અમારી જવાબદારી છે કે, અમે અમારી સરકાર બનાવી તમારી ઇચ્છા પૂર્ણ કરીએ.


આ પણ વાંચો:- Bhandara ની હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 10 બાળકોના મોત, 7ને બચાવી લેવાયા


તેમણે કહ્યું કે, આજથી લઇને 24 જાન્યુઆરી સુધી અમારા કાર્યકર્તા કિસાનોથી અન્ન લેશે અને સૌગંધ લેશે કે કિસાનોની લડાઈ ભાજપ લડશે. ત્યારબાદ 24 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી અમે ગામેગામ કૃષક ભોજ કરીશું અને 40 હજાર ગ્રામ સભાઓમાં તેમની વાત જણાવી ભાજપની સરકાર બનાવવાનો રસ્તો બુલંદ કરીશું.


જેપી નડ્ડાએ કહ્યું કે, જ્યારથી મોદી જી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી કિસાનો માટે 6 ગુણું બજેટ વધાર્યું છે. વર્ષ 2013-25માં કૃષિ બજેટ 22,000 કરોડ રૂપિયા હતું અને આજે કૃષિ બજેટ 1,34,000 કરોડ રૂપિયા છે.


આ પણ વાંચો:- 24 કલાકમાં 18,139 નવા કેસ, કોરોનાના નવા ટ્રેનથી 82 લોકો થયા સંક્રમિત


ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે આજે દુ:ખ થયા છે કે, મમતા બનર્જીએ પત્ર લખ્યો છે કે, અમે ખેડુતોના સન્માન નિધિ રાજ્યને લોકોને આપવા ઈચ્છીએ છે. પરંતુ મમતાજી હવે પરંતુ હવે મમતા જી પસ્તાવવાનું શું જ્યારે ચિડિયા ચુગ ગઈ ખેત. હવે બંગાળની જનતાએ નિર્ણય લીધો છે કે ભાજપ સરકાર લાવવી જોઈએ અને તમારે જવું પડશે.


ભાજપ (BJP) ચીફ જેપી નડ્ડા (JP Nadda)નું પશ્ચિમ બંગાળ (West Bengal)ના બર્ધમાનમાં જોરદાર સ્વાગત થયું. ભાજપ કાર્યકર્તાઓનો હર્ષોલ્લાસ જોઈ જેપી નડ્ડા ખુશ થઈ ગયા છે.


આ પણ વાંચો:- વેક્સિનેશન માટે મેગા તૈયારી, 11 તારીખે તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાત કરશે PM મોદી


જેપી નડ્ડાએ ભાજપ (BJP)ના એક મુઠ્ઠી ચોખા કાર્યક્રમની શરૂઆત કરી છે. એક મુઠ્ઠી ચોખા કાર્યક્રમ અંતર્ગત ભાજપ કાર્યકર્તા પશ્ચિમ બંગાળ (West Bengal)ના જુદા જુદા વિસ્તારોમાં જઈ કિસાનો પાસેથી એક મુઠ્ઠી ચોખા માંગશે અને ત્યારબાદ તેનાથી કૃષક ભોજનું આયોજન કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube