મેરઠ: મેરઠમાં એક રેસ્ટોરન્ટમાં પોલીસકર્મી અને મહિલા અધિવક્તાએ દારૂ પીને ખુબ ઉત્પાત મચાવ્યો. મામલો મેરઠના કંકરખેડા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. એવો આરોપ છે કે અધિવક્તા દિપ્તિ ચૌધરી રાતમાં મોહિઉદ્દીનપુર ચૌકી ઈન્ચાર્જ સાથે કંકરખેડા બાઈપાસ સ્થિત હોટલમાં ભોજન કરવા ગઈ હતી. આ દરમિયાન નશામાં તેમણે હોટલના કર્મચારીઓ સાથે ગાળા ગાળી કરીને હાથાપાઈ કરી. કહેવાય છે કે મહિલા એ વખતે એટલી નશામાં હતી કે તેણે પોલીસકર્મીની સરકારી રિવોલ્વર હોટલ માલિકને તાણી હતી. ત્યારબાદ મામલાએ તૂલ પકડ્યું અને હોટલ માલિકે પોલીસકર્મીને બરાબર માર્યો. ફરિયાદ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્રણેયને પોલીસ સ્ટેશન લઈ ગઈ. મળતી માહિતી મુજબ વાઈરલ વીડિયોના આધારે પોલીસે હોટલ માલિકની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ કંકરખેડા બાઈપાસ સ્થિત એક હોટલ ભાજપના કાઉન્સિલર મનીષ ચૌધરીની છે. મોડી રાતે આરોપી મહિલા અને પોલીસકર્મી ત્યાં ભોજન માટે ગયા હતાં અને ખુબ બબાલ કરી. ત્યારે હોટલમાં હાજર એક વ્યક્તિએ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. જે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો. પોલીસ આરોપી મહિલાનું મેડિકલ કરાવવા જિલ્લા હોસ્પિટલ પહોંચી તો મહિલાએ ત્યાં પણ ડોક્ટરો સાથે માથાકૂટ કરી. મામલો સામે આવ્યાં બાદ આરોપી પોલીસકર્મી વિરુદ્ધ પણ તપાસ હાથ ધરાઈ છે.


કહેવાય છે કે પોલીસકર્મી અને મહિલા વકીલ બંને દારૂના નશામાં ધૂત હતાં. કોઈ વાત પર મહિલા વકીલ ભડકી ગઈ અને હોબાળો કરતા રેસ્ટોરન્ટમાં તોડફોડ  શરૂ કરી હતી. ત્યારબાદ રેસ્ટોરન્ટના માલિકે પોલીસકર્મીની પીટાઈ કરી. પોલીસને હોબાળાની સૂચના મળતાં ત્યાં પહોંચી અને ત્રણેયને પોલીસ સ્ટેશન લઈ ગઈ.