નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે બપોરે લોકસભા ચૂંટણી 2019 માટે પોતાનાં ઉમેદવારોની એક યાદી બહાર પાડી છે. જેમાં રાજસ્થાનનાં ચુરૂ, અલવર અને બાંસવાડા લોકસભા સીટના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી. પાર્ટીના કેન્દ્રીય કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલી આ યાદી અનુસાર હાલ લોકસભામાં ચુરુનું પ્રતિનિધિત્વ કરી રહેલા એમપી રાહુલ કસ્વાંને ફરીથી તક આપવામાં આવી છે. આ ઉપરાંત અલવરથી બાબા બાલકનાથ અને બાંસવાડા સંસદીય ક્ષેત્રથી કનકમકલ કટારાને ટીકિટ આપવામાં આવી છે. બીજી તરફ બાંસવાડા સાંસદ માનશંકર નિનામા પાર્ટીએ આ વખતે ટીકિટ કપાઇ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, અલવર સીટ પર 2018માં યોજાયેલી પેટા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ ઉમેદવાર કર્ણસિંહ યાદવે જીત પ્રાપ્ત કરી હતી. જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં અલવરથી બાબા બાલકનાથનાં ગુરૂ રહેલા ચાંદનાથે જીત પ્રાપ્ત કરી હતી. 
ચુરૂ સીટ માટે ભાજપના દિગ્ગજો વચ્ચે ટક્કર

આમ તો કસ્વાં અને રાજેન્દ્ર રાઠોડની વચ્ચે ચુરુથી ચૂંટણી લડવા મુદ્દે આંતરિક યુદ્ધ ચાલી રહ્યું હતું. અંતમાં કસ્વાને ટીકિટ આપીને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા. ચુરુમાં રાહુલ કસ્વાંને ટીકિટ આપવા મુદ્દે સ્થાનિક સ્તર પર નેતાઓમાં મતભેદ છે. આ મતભેદનાં કારણે જ અહીં ઉમેદવાર જાહેર કરવામાં સમય લાગ્યો હતો. 

આ યાદી બહાર પડ્યા બાદ અલવરથી કોંગ્રેસ ઉમેદવાર ભંવર જિતેન્દ્ર સિંહ, બાંસવાડાથી તારાચંદ ભાગોર અને ચુરુથી કોંગ્રેસની ટીકિટ પર લડી રહેલા રફીક મંડેલિયા ભાજપ ઉમેદવારને પડકારવા જઇ રહ્યા છે. આ અગાઉ ભાજપે પોતાની પ્રથમ યાદીમાં 16 ઉમેદવારોની જાહેરાત કરી હતી. જેમાં રાજ્યની બે સીટોથી નવા ચહેરાને તક અપાઇ હતી. જેમાં રાજ્યના એકમાત્ર મહિલા સાંસદની ટીકિટ કપાઇ હતી. 

અત્યાર સુધીમાં રાજસ્થાનની 19 સીટો પર કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં રાજસ્થાનનાં કોંગ્રેસ દિગ્ગજ નેતા અશોક ગહલોતના પુત્ર વૈભવ ગહલોતનો પણ જોધપુર સીટથી સમાવેશ થાય છે. આ સાથે જ ભાજપ નેતા રહેલા જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહને બાડમેરથી ટીકિટ અપાઇ છે. અત્યાર સુધી બંન્ને દળોએ રાજ્યની 19 સીટો પર પોતાનાં ઉમેદવારો ઉતાર્યા છે.