નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) એ મંગળવારે નવી દિલ્હીમાં ગૃહ સચિવ સાથે મુલાકાત કરી અને સમગ્ર પ્રકરણમાં કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું કે, ગૃહ સચિવ પાસે આ મામલા પર સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવેન્દ્ર ફડણવીસે આજે ગૃહ મંત્રાલયમાં ગૃહ સચિવ અજય ભલ્લા સાથે મુલાકાત બાદ કહ્યુ કે, મારી પાસે જે જાણકારી હતી તે ગૃહ સચિવને સોંપી દીધી છે. આ મામલાને કેમ દબાવવામાં આવ્યો. સરકાર તરફથી કાર્યવાહી કેમ ન કરવામાં આવી. આ મુદ્દા પર ગૃહ સચિવે કાર્યવાહી કરવાનો વિશ્વાસ આપ્યો છે. તેમણે કહ્યું કે, ગૃહ સચિવ પાસે મેં સીબીઆઈ તપાસની માંગ કરી છે. 


MHA Guidelines: કોરોનાના વધતા કેસો વચ્ચે ગૃહમંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન


પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યુ કે, તત્કાલીન ડીજીપીની ભલામણ કેમ માનવામાં ન આવી. તેમણે સીઆઈડી પાસે તપાસની માંગ કરી હતી તો તે માંગને કેમ રોકવામાં આવી. સવાલ તે ઉઠે છે કે આખરે સરકાર કોને બચાવવા ઈચ્છે છે. તેમણે દાવો કર્યો કે મુખ્યમંત્રીએ પણ ફાઇલ જોઈ છે. 


સુપ્રીમ કોર્ટમાં કાલે સુનાવણી
આ વચ્ચે મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહની અરજી પર સુપ્રીમ કોર્ટ બુધવારે સુનાવણી કરશે. પોતાની અરજીમાં પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ તપાસની માંગ કરી છે. સાથે રાજ્ય સરકારને તે આદેશ રદ્દ કરવાની માંગ કરી છે જે હેઠળ તેમનું ટ્રાન્સફર મુંબઈ પોલીસ કમિશનર પદેથી થયું છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube