કોલકાતા : અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરનો બીજો સૌથી મોટો ડ્રાફ્ટ આવવા અંગે તમામ રાજકારણ હજી પણ અટક્યું નથી કે ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં પણ આ પ્રકારનાં નાગરિકોની ઓળખ કરવા માટેની વાત કરી રહ્યા છે. બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે જો તેમની પાર્ટીની સરકાર આવશે તો અમની તરફથા બંગાળમાં પણ રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) ઇશ્યું કરવામાં આવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અસમમાં એનઆરસીના સમ્પુર્ણ મુસદ્દાને ઇશ્યું કરવાના સમર્થનમાં તેમમે કહ્યું કે, કેટલાક નેતાઓ ઘડિયાળી આંસુ વહાવી રહ્યા છે કારણ કે તેમને પોતાની વોટ બેંકની રાજનીતિ ખતમ કરવાનો અંદેશો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અસમમાં બહુપ્રતીક્ષિત રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી)નો અંતિમ મુસદ્દો સોમવારે ઇશ્યું કરવામાં આવ્યો હતો. અસમ દેશમાં એક માત્ર એવું રાજ્ય છે જ્યાં એનઆરસી ઇશ્યું કરવામાં આવ્યું છે, જેમાં પૂર્વોત્તર રાજ્યનાં કુલ 3.29 કરોડ અરજદારોમાંથી 2.89 કરોડ લોકોનાં નામ છે. જ્યારે 40 લાખ લોકો બિનકાયદેસર હોવાનું સામે આવ્યું છે. 

બિનકાયદેસર નાગરિકોને બાંગ્લાદેશ મોકલવામાં આવશે
દિલીપ ઘોષે કહ્યું કે, જો પશ્ચિમ બંગાળમાં ભાજપ સત્તામાં આવે છે તો અમે લોકો રાજ્યમાં પણ એનઆરસી લાગુ કરશે. અમે લોકો બિનકાયદેસર નાગરિકને બાંગ્લાદેશ પરત મોકલીશું. આગામી દિવસમાં મુશ્કેલીવાળા છે. અમે લોકો કોઇ બિનકાયદેસર પ્રવાસીને પશ્ચિમ બંગાળમાં સહન નહી કરે. એટલું જ નહી ઘોષે એટલે સુધી કહ્યું કે, જે લોકો બિનકાયદેસર પ્રવાસીઓનું સમર્થન કરે છે તે તેમને પણ દેશમાંતી હાંકી કાઢવામાં આવશે. ઘોષે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશના પાલન કરવામાં અસમમાં એનઆરસી લાગુ કરવામાં આવ્યું છે. તે કોંગ્રેસ જ હતું જેણે એનઆરસીનો વિચાર રજુ કર્યો. હવે તે તેની વિરુદ્ધ બોલી રહ્યા છે.