ભાજપે અવિશ્વાસ પ્રસ્તાવ વિરુદ્ધ 314 સાંસદોનું સમર્થન મળવાની આશા વ્યક્ત કરી
સંસદીય કાર્ય મંત્રી અનંત કુમારે બુધાવરે કહ્યું કે, એનડીએ એક છે અને અવિશ્વાસ પ્રસ્તાવ વિરુદ્ધ મતદાન કરશે.
નવી દિલ્હીઃ ભાજપે બુધવારે આશા વ્યક્ત કરી કે નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષ તરફથી લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર શુક્રવારે થનારા વિશ્વાસ મત સરકારને 314 સાંસદોનું સમર્થન મળશે.
પાર્ટી નેતાઓના આકલન પ્રમાણે સરકારને એનડીએના સાથી પક્ષો સિવાય અંબુમણિ રામદાસની આગેવાનીવાળી પીએમકે અને રાજૂ શેટ્ટીના નેતૃત્વવાળા સ્વાભિમાની પક્ષ પાસેથી પણ સમર્થન મળવાની આશા છે. પરંતુ શેટ્ટી અને રામદાસ હવે એનડીએમાં સામેલ નથી, તેમછતા સરકારે આશા વ્યક્ત કરી કે, મત વિભાજન દરમિયાન પ્રસ્તાવનો વિરોધ કરશે.
સરકારને 268 સાંસદોના સમર્થનની જરૂર
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકારને લોકસભામાં 314 સભ્યોનું સમર્થન મળશે. લોકસભામાં હાલ 535 સભ્યો છે. તેવામાં સરકારને 268 સાંસદોના સમર્થનની જરૂરીયાત છે. આ 314 સાંસદોની યાદીમાં લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનનો મત સામેલ નથી. તેઓ ઈન્દોરથી ભાજપના સાંસદ છે.
સંસદીય કાર્ય મંત્રી અનંત કુમારે બુધવારે કહ્યું કે, એનડીએ એકમત છે અને અવિશ્વાસ પ્રસ્તાવ વિરુદ્ધ મતદાન કરશે. તેમણે કહ્યું, અમને એનડીએની બહારના દળો પાસેથી પણ સમર્થન મળવાની આશા છે. આ અજીબ વાત છે કે ભાજપે એકલા હાથે બહુમત મળ્યા અને 21 રાજ્યોમાં સત્તામાં હોવા છતા વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું છે. કુમારે કહ્યું કે, પાર્ટીએ પોતાના લોકસભાના સભ્યોને આગામી બે દિવસ માટે વ્હિપ જારી કરવામાં આવ્યું છે અને ગૃહમાં હાજર રહેવાનું કહ્યું છે.
શું છે વર્તમાન સ્થિતિ?
વર્તમાન સ્થિતિમાં લોકસભામાં એનડીએના સભ્યોની સંખ્યા 313 છે. તેમાં લોકસભા અધ્યક્ષને લઈને ભાજપના 274, શિવસેનાના 18, લોજપાના 6 અને અકાલી દળના 6 સભ્યો છે.
જ્યારે વિપક્ષી પાર્ટીઓની સંખ્યા 222 ગણાવવામાં આવી રહી છે. તેમાં કોંગ્રેસના 63, અન્નાદ્રમુકના 37, તૃણમૂલ કોંગ્રેસના 34, બીજદના 20, તેદેપાના 16 અને ટીઆરએસના 11 સભ્યો સામેલ છે.