દેહરાદૂનઃ ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે રાજ્યમાં મોટું અને કડક પગલું ભર્યું છે. ભાજપે ધારાસભ્ય હરક સિંહ રાવતને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે. સીએમઓએ એક નિવેદન જાહેર કરીને ધારાસભ્ય હરક સિંહ રાવતને પાર્ટીમાંથી હાંકી કાઢવાની પુષ્ટિ કરી છે. હરક સિંહને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર ધામીએ પણ તેમને કેબિનેટમાંથી કાઢી મૂક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુત્રવધૂ માટે લેન્સડૌનથી ઇચ્છતા હતા ટિકિટ
સૂત્રોનું માનીએ તો હરક સિંહ રાવત આજે બપોરે દેહરાદૂનથી દિલ્હી જવા રવાના થયા હતા. તેમણે ટિકિટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તે તેમની વહુ માટે લેન્સડૌનથી ટિકિટ ઇચ્છતા હતા. કોટદ્વાર બેઠક છોડીને તેઓ પોતે સલામત બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા હતા.


કોંગ્રેસના સંપર્કમાં રાવત 
સૂત્રોનું માનીએ તો હરકસિંહ રાવત પણ કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube