નવી દિલ્હી: ભાજપ અત્યારથી આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઇ છે. તેને ધ્યાનમાં રાખતાં પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા ડિસેમ્બર મહિનામાં 120 દિવસના દેશવ્યાપી પ્રવાસની શરૂઆત કરશે અને સંગઠનની નબળી કડીઓને દૂર કરશે. ભાજપ  મહાસચિવ અરૂણ સિંહે રવિવારે સંવાદદાતાને સંબોધિત કરતાં કહ્યું કે નડ્ડા આ પ્રવાસ ડિસેમ્બર મહિનાના પહેલાં અઠવાડિયામાં ઉત્તરાખંડથી શરૂ કરશે. સંભાવના છે કે નડ્ડા પાંચ ડિસેમ્બરથી પોતાના પ્રવાસની શરૂઆત કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાંસદો, ધારસભ્યો અને જિલ્લાધ્યક્ષો સાથે બેઠક કરશે નડ્ડા
અરૂણ સિંહે કહ્યું 'આ પ્રવાસ યોજનામાં દરેક બૂથ અધ્યક્ષ અને બૂથ સમિતિઓ સાથે બેઠક થશે. મંડળ અધ્યક્ષ અને મંડળ સમિતિઓની સાથે બેઠક થશે. રાષ્ટ્રીય અધ્યક્ષજી આ પ્રવાસ યોજનાના અંતગર્ત બૂથ સમિતિઓ અને મંડળના કાર્યકર્તાઓને પણ પ્રોત્સાહિત કરવાનું કામ કરશે. તેમણે જણાવ્યું કે આ દરમિયાન પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને સાંસદો તથા ધારાસભ્યો ઉપરાંત જિલ્લાધ્યક્ષો સાથે બેઠક કરશે. આ દરમિયાન તે પાર્ટીની રણનીતિને લઇને પણ ચર્ચા અને સમીક્ષા કરશે. તેમણે કહ્યું 'આ પ્રવાસ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સંગઠનને વધુ મજબૂતી પુરી પાડવી અને દરેક બૂથ એકમને વધુ સક્રિય કરવું અને મજબૂત કરવાનો છે.  


મોટા શહેરોમાં 3 અને નાના શહેરોમાં 2 પસાર કરશે નડ્ડા
તેમણે કહ્યું કે વર્ષ 2019ના લોકસભા ચૂંટણીમાં જે સંસદીય ક્ષેત્રોમાં ભાજપનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, તે ક્ષેત્રોમાં સંગઠનની મજબૂતીને લઇને નડ્ડા રણનીતિ પર ચર્ચા પણ કરશે. અત્રે ઉલ્લેખનીય છે 2021 પહેલાં છ મહિનામાં પશ્વિમ બંગાળ, કેરલ, તમિલનાડુ, અને અસમમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. પ્રવાસ 120 દિવસોના કાર્યક્રમ દરમિયન નડ્ડા મોટા શહેરોમાં 3 દિવસ અને નાના શહેરોમાં 2 દિવસ પસાર કરશે. 


ભાજપ શાસિત રાજ્ય આ દરમિયાન પોતાના વિકાસ કાર્યો અને કેન્દ્ર સરકારની યોજનાના અમલના મુદ્દે એક પ્રસ્તુતિ પણ આપશે. સિંહે જણાવ્યું કે નડ્ડા આ દરમિયાન સહયોગી દળોના નેતાઓ પણ મળશે અને જનસભાઓ સાથે પત્રકાર પરિષદને પણ સંબોધિત કરશે. નડ્ડા પહેલાં ભાજપન અધ્યક્ષ રહેલા અમિત શાહે પણ પોતાના કાર્યકાળ દરમિયાન આખા દેશનો પ્રવાસ કર્યો હતો. જે રાજ્યોમાં ભાજપની સ્થિતિ નબળી હતી. ત્યાં પાર્ટીને મજબૂત કરવાનો શ્રેય પણ તેમને આપવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube