જયપુર : આ વર્ષના અંતમાં પ્રસ્તાવિત 4 રાજ્યોના વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ માટે એક ચિંતા વધારવાનાં સમાચાર છે. પહેલાથી જ રાજસ્થાનમાં એન્ટી ઇન્કમ્બન્સી સહી રહેલ ભાજપાને હવે એક વધારે ઝટકો લાગ્યો છે. અહીંના દિગ્ગજ ભાજપ નેતા ઘનશ્યામ તિવારીના સંગઠન ભારત વાહિનીને ચૂંટણી પંચે રાજનીતિક પાર્ટીનો દરજ્જો આપ્યો છે. આ પાર્ટીનાં અધ્યક્ષ તિવારીનાં પુત્ર અખિલેશ તિવારી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેથી ખફા થયેલા ભાજપનાં વરિષ્ઠ ધારાસભ્ય ઘનશ્યામ તિવારી સાથે જોડાયેલી ભારત વાહિનીનું રાજનીતિક પાર્ટી સ્વરૂપે નોંધણી થઇ ગઇ છે. ધારાસભ્યનાં પુત્ર અને ભારત વાહિનીનાં સંસ્થાપક અધ્યક્ષ અખિલેશ તિવારી અનુસાર ચૂંટણી પંચે ભારત વાહિની ગત્ત બુધવારે રાજનીતિક પાર્ટી સ્વરૂપે નોંધણી કરાવી દીધી છે. પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ સીટો પર ચૂંટણી લડશે. 

તેમણે જણાવ્યું કે, ભારત વાહિનીનાં પ્રથમ પ્રતિનિધિ સમ્મેલન આગામી 3 જુલાઇએ જયપુરમાં યોજાશે. સમ્મેલનમાં ચૂંટણી લડવાનાં મુદ્દા પર વિચાર વિમર્શ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તિવાડી લાંબા સમયથી ભારત વાહિનીનાં બેનર તળે રાજ્ય સરકારની નિષ્ફળતાઓ મુદ્દે જનજાગરણ કરી રહ્યા છે. 2013માં યોજાયેલી ચૂંટણીઓમાં કોંગ્રેસને પરાજય આપ્યા બાદ ભાજપ સત્તામાં આવી હતી.  જો કે ગત્ત લાંબા સમયથી ભાજપની પરિસ્થિતી ખરાબ છે. ગત્ત દિવસોમાં જ્યારે રાજસ્થાનનાં અલવર અને અજમેર લોકસભા સીટો પર પેટા ચૂંટણી યોજાઇ તો તેમાં ભાજપનો ખુબ જ શરમજનક પરાજય થયો હતો. ધનશ્યામ તિવારી રાજસ્થાન ભાજપનાં દિગ્ગજ નેતા છે. તેઓ વસુંધરા રાજેનો વિરોધ કરતા રહે છે.