મહારાષ્ટ્ર: BJPએ 125 ઉમેદવારોની યાદી જાહેર કરી, નાગપુર દક્ષિણ-પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડશે ફડણવીસ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી નજીક છે. ભાજપે આજે પોતાના 125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી.
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી નજીક છે. ભાજપે આજે પોતાના 125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ-પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે. ભાજપે આ વખતે ચૂંટણી માટે પોતાના 12 વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોને બદલ્યા છે. પહેલી યાદીમાં 52 ધારાસભ્યોને ટિકિટ અપાઈ છે. આ વખતે પાર્ટીએ 12 મહિલાઓને પણ ટિકિટ આપી છે. ભાજપે આ વખતે લોકમાન્ય તિલક અને છત્રપતિ શિવાજી મહારાજના પરિવારના સભ્યોને પણ ઉમેદવાર બનાવ્યાં છે.
CM ફડણવીસને સુપ્રીમે આપ્યો મોટો ઝટકો, સોગંદનામામાં માહિતી છૂપાવવા બદલ ચાલશે કેસ
દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર પર પહેલી યાદી જાહેર કરતા પાર્ટી મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે ત્રણ ચતુર્થાંશ બહુમત સાથે ફરી અમારી સરકાર બનવાનું નક્કી છે. 125 બેઠકો માટે ઉમેદવારો નક્કી થઈ ગયા છે. તેની સૂચિ અમે બહાર પાડી રહ્યાં છીએ. 12 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો બદલવામાં આવ્યાં છે. 52 સિટિંગ એમએલએને ટિકિટ અપાઈ છે. જેમા 12 મહિલાઓ સામેલ છે. 288 વિધાનસભા બેઠકો વાળી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 21 ઓક્ટોબરે યોજાવવાની છે અને પરિણામ 24 ઓક્ટોબરે જાહેર થશે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપના નેતા અરુણ સિંહે કહ્યું કે મહારાષ્ટ્રના યશસ્વી મુખ્યમંત્રી કે જેમના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં ચૌમુખી વિકાસ થયો છે, એવા દેવેન્દ્ર ફડણવીસજી નાગપુર દક્ષિણ-પશ્ચિમથી ચૂંટણી લડશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...