Bihar Vishnupad Temple: બિહારમાં મહાગઠબંધન સરકાર બન્યા બાદ દરરોજ કોઇને કોઇ મંત્રીને લઇને વિવાદ સામે આવી રહ્યા છે. તાજો વિવાદ મુખ્યમંત્રી નીતીશ કુમારના મંત્રી મોહંમદ ઇસરાઇલ મંસૂરીના વિષ્ણુપદ મંદિરના ગર્ભગૃહમાં જવાનો છે. બિન-હિંદુ મંસૂરી ગયા સ્થિત મંદિરના ગર્ભગૃહમાં જવાના મામલાએ તૂલ પકડી લીધું છે. ભાજપે આ મુદ્દાને ઝડપી લેતાં તેને હિંદુ ધર્મનું અપમાન ગણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે આ મામલો મંગળવારનો છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર ગયા સ્થિત વિષ્ણુપદ મંદિર પહોંચ્યા હતા. અહીં તેમણે મંદિરના ગર્ભગૃહમાં જઇને વિશેષ પૂજા-અર્ચના કરી. આ દરમિયાન તેમની સાથે સૂચના ટેક્નોલોજી મંત્રી મોહમંદ ઇસરાઇલ મંસૂરી સહિત અન્ય નેતા પણ હાજર હતા. હવે તેને લઇને મંદિર મેનેજમેન્ટે નારાજગી વ્યક્ત કરી છે. 

Winter is over: પુરો થયો શિયાળો, અહીં 4 મહિના બાદ થયા સૂરજદાદાના દર્શન


મંદિરમાં બિન-હિંદુનું જવું મનાઇ છે
મંદિરના પ્રવેશદ્રારની બંને સાઇટ પર શિલાપટ્ટ લાગેલા છે, જેના પર લખેલું છે કે મંદિરમાં બિન-હિંદુ શ્રદ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. સૂચના અને ટેક્નોલોજી મંત્રીના ગર્ભગૃહમાં ગયા બાદ મંદિર સમિતિ અને ભાજપ તેના પર રોષ વ્યક્ત કર્યો હતો. 


ભાજપે કહ્યું- નીતીશે કર્યું હિંદુ સમાજનું અપમાન
બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જાયસવાલે કહ્યું કે વિષ્ણુપદ મંદિરમાં કોઇ બિન-હિંદુનો પ્રવેશ વર્જિત છે. હિંદુ સમાજને અપમાનિત કરવાનું આ કામ મુખ્યમંત્રી નીતીશ કુમારે કર્યું છે. આ ઘટનાને શરમજનક ગણાવતાં સંજય જાયસવાલે કહ્યું કે તેના માટે સીએમને માફી માંગવી જોઇએ. જાયસવાલે આગળ કહ્યું કે આ મુદ્દાને લઇને ભાજપ વિધાનસભાથી માંડીને રસ્તા પર પ્રદર્શન કરશે. 

રાજાની માફક જીવે છે આવી ભાગ્ય રેખાવાળા લોકો, ઘરમાં હંમેશા રહે છે લક્ષ્મીનો વાસ


મંદિર સમિતિએ કહ્યું- આ વર્ષો જૂની પરંપરા 
તો બીજી તરફ વિષ્ણુપદ મંદિર વ્યવસ્થાપક કમિટિના અધ્યક્ષ શંભૂ લાલ બિઠ્ઠલે કહ્યું 'તે સમયે અમને પણ જાણકારી ન હતી. જે લોકો તેમને જાણતા હતા, તેમને મંત્રીને રોકવા જોઇતા હતા. આ સનાતમ ધર્મ અને પંડા સમાજને ઠેસ પહોંચી છે. આ વર્ષો જૂની પરંપરા છે. 


'મક્કા-મદીના જઇને નીતીશ નમાજ પઢે' 
બીજી તરફ ભાજપ પ્રવકતા નિખિલ આનંદે કહ્યું કે ''નીતીશ કુમાર હિંદુ ધાર્મિક પરંપરામાં વિશ્વાસ ધરાવતા નથી. જો નીતીશ કુમાર જી સેક્યુલરાઇટિસથી પીડિત છે, તો તેમને મક્કા-મદીના જઇને નમાજ અદા કરવી જોઇએ. જે પ્રકારે નીતીશ કુમારે જાણીજોઇને પ્રાચીન સનાતન હિંદુ ધાર્મિક માપદંડોને તોડીને મંદિર પરિસરને પ્રદૂષિત કરવાનો પ્રયત્ન કર્યો છે અને સાથે જ સ્થાનિક પુજારીના નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તેમને હિંદુ ધર્મ અને વિશ્વ સ્તર પર સનાતન ધર્મમાં વિશ્વાસ કરનાર તમામ લોકો પાસે માંફી માંગવી જોઇએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube