નવી દિલ્હીઃ બિહારમાં રાજકીય અપસેટ બાદ વિપક્ષનો જુસ્સો આસમાને છે. તો તેજસ્વી યાદવ કહી રહ્યા છે કે બીજી પાર્ટીઓએ પણ બિહારમાંથી શીખ લેવી જોઈએ. નીતિશ કુમારે પણ પોતાના નિવેદનથી સંકેત આપી દીધો છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં તે ભાજપ વિરુદ્ધ સક્રિય ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું હતું કે 2014મા જે આવ્યા હતા તે શું 2024માં રહી શકશે કે નહીં. આ ઘટનાક્રમ વચ્ચે ભાજપ લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. 2019મા પશ્ચિમ બંગાળમાં ભાજપને સારી સફળતા મળી હતી. તેથી હવે પાર્ટી મમતાના ગઢને છોડવા માંગતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાછલી લોકસભા ચૂંટણીમાં ભાજપે પશ્ચિમ બંગાળની કુલ 42 સીટમાંથી 18 સીટ જીતી હતી. હવે પાર્ટીએ ત્રણ કેન્દ્રીય મંત્રીઓને પશ્ચિમ બંગાળની જવાબદારી આપી છે. તેમાં ધર્મેન્દ્ર પ્રધાન, સ્મૃતિ ઈરાની અને જ્યોતિરાદિત્ય સામેલ છે. 2021 વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હારના કારણોને લઈને આ નેતાઓએ કામ શરૂ કરી દીધુ છે. જામવા મળી રહ્યું છે કે હાલ રાજ્યસભા સાંસદ રાકેશ સિન્હાને પણ આ જવાબદારી આપી શકાય છે. 


આ પણ વાંચોઃ PM મોદી લાલ કિલ્લા પરથી કરી શકે છે આ મોટી જાહેરાત, લોકોને મળશે સીધો ફાયદો  


પાર્ટીના આંતરિક સૂત્રોનું કહેવું છે કે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહેલા જગદીપ ધનખડના રાજભનવ છોડ્યા બાદ હવે કેન્દ્ર સરકાર અન્ય ઘણી રીતે પશ્ચિમ બંગાળની સરકાર પર દબાવ બનાવવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે. ભાજપ હાઈકમાન્ડે રાજ્ય સંગઠનને નિર્દેશ આપ્યો છે કે ભાજપ અને ટીએમસી વચ્ચે ડીલની અફવાઓ પર વિરામ લગાવે. નોંધનીય છે કે હાલમાં મમતા બેનર્જીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. 


ધર્મેન્દ્ર પ્રધાન પર કેમ વ્યક્ત કર્યો વિશ્વાસ
ભાજપ નેતૃત્વે ધર્મેન્દ્ર પ્રધાનને પશ્ચિમ બંગાળની જવાબદારી એટલા માટે આપી કારણ કે રાજ્યમાં વિપક્ષના નેતા શુભેંદુ અધિકારી સાથે તેના સારા સંબંધ છે. તેમને રાજ્યની 42 લોકસભા સીટ પર ધ્યાન રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે. પ્રધાન પહેલા પણ અધિકારીઓ સાથે જોડાયેલા રહ્યાં છે. ત્યારબાદ તેમણે ટીએમસીને અલવિદા કહ્યુ હતું અને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી નંદીગ્રામથી જીત મેળવી હતી. 


આ પણ વાંચોઃ ગુજરાતમાં મોટા-મોટા વચનો, દિલ્હી માટે 58 મેડલ જીતનાર દિવ્યા કાકરાનની હજુ સુધી કેજરીવાલે નથી કરી મદદ  


મહિલા મતો માટે પણ તૈયારી
ચૂંટણીમાં મહિલાઓના મતનું ખુબ મહત્વ છે. તેવામાં ભાજપ ઈચ્છતી નથી કે મહિલાઓ પાર્ટીથી દૂર થાય. 2021મા ટીએમસીની મોટી જીત પાછળ મહિલાઓના મત પણ છે. સ્મૃતિ ઇરાનીને પ્રદેશમાં મહિલાઓની સમસ્યાઓ જાણવા અને ચૂંટણીની તૈયારી કરવાની જવાબદારી સોંપવામાં આવે છે. ખાસ વાત છે કે ઈરાની અને પ્રધાન બંને બાંગ્લા જાણે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube