કોરોનાનો સામનો કરવા માટે ગૌતમ ગંભીરે દિલ્હી સરકારને આપી આ 5 ટિપ્સ
દિલ્હીમાં સતત ઝડપથી કોરોનાના કેસ વધતા દિલ્હીવાસીઓની ચિંતા વધારી દીધી છે. આ વચ્ચે ભાજપ નેતા ગૌતમ ગંભીરે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ને સલાહ આપી છે કે, તેઓ રાજ્યમાં 5 બાબતો તાત્કાલીક ધોરણે લાગુ કરે. જેનાથી કોરોના (Coronavirus)ના વધતા કેસની ગતી ઘટી શકે છે.
નવી દિલ્હી: દિલ્હીમાં સતત ઝડપથી કોરોનાના કેસ વધતા દિલ્હીવાસીઓની ચિંતા વધારી દીધી છે. આ વચ્ચે ભાજપ નેતા ગૌતમ ગંભીરે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ને સલાહ આપી છે કે, તેઓ રાજ્યમાં 5 બાબતો તાત્કાલીક ધોરણે લાગુ કરે. જેનાથી કોરોના (Coronavirus)ના વધતા કેસની ગતી ઘટી શકે છે.
આ પણ વાંચો:- કોરોના વાયરસ સામે જંગમાં ઉતર્યો કેપ્ટન અર્જૂન, નહીં બચી શકે હવે દુશ્મન
ગૌતમે એક ટ્વીટમાં લખ્યું હતું- 'દિલ્હીને બચાવવા મુખ્યમંત્રી આ બાબતોને તાત્કાલિક લાગુ કરો.' તેમણે દિલ્હી સરકારને સલાહ આપી કે કોરોના દર્દીઓ માટે એમસીડી હોલ અને સંભાળ કેન્દ્રોનો ઉપયોગ કરવામાં આવે અને ગરીબોને એમ્બ્યુલન્સની સુવિધા આપવામાં આવે.
કોરોના સંક્ટ: PM મોદીની અધિકારીઓને સૂચના- રાજ્યો સાથે વાત કરી તૈયાર કરે ઇમરજન્સી પ્લાન
તમને જણાવી દઇએ કે દેશની રાજધાનીમાં કોરોના વાયરસના કેસો બેકાબૂ બની રહ્યા છે. દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 40 હજારની નજીક પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોવિડ -19ના કુલ 36,824 કેસ નોંધાયા છે. ત્યારે મૃત્યુઆંક વધીને 1,214 પર પહોંચી ગયો છે. હાલમાં રાજ્યમાં 13,398 કોરોના દર્દીઓ પણ સાજા થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube