ઉત્તર પ્રદેશ: છઠ્ઠા તબક્કામાં આ 14 બેઠકો પર ભાજપ સામે મહાગઠબંધન મજબુત પડકાર
ઉત્તર પ્રદેશમાં 12મી મેના રોજ લોકસભા ચૂંટણી 2019ના છઠ્ઠા તબક્કાનું મતદાન છે. ભાજપે આ તબક્કામાં મહાગઠબંધનના મજબુત પડકારનો સામનો કરવો પડશે.
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં 12મી મેના રોજ લોકસભા ચૂંટણી 2019ના છઠ્ઠા તબક્કાનું મતદાન છે. ભાજપે આ તબક્કામાં મહાગઠબંધનના મજબુત પડકારનો સામનો કરવો પડશે. ભાજપે 2014માં આ બેઠકોમાંથી આઝમગઢને છોડીને બધા પર કબ્જો જમાવ્યો હતો. પરંત આ વખતે આ બેઠકો પર જીત મેળવવા માટે વડાપ્રધાન મોદીના જાદુને અસર બતાવવી પડશે કારણ કે મહાગઠબંધન અહીં મજબુત વિકેટ પર રમી રહ્યું છે. ઓછામાં ઓછું કાગળો પર તો એ જ જાણવા મળે છે. ફુલપુરમાં જ્યાંથી ગઠબંધને પોતાના પ્રયોગની શરૂઆત કરી હતી, ભાજપને ત્યાં પહેલા જ ગઠબંધનની મજબુતીનો અહેસાસ થઈ ચૂક્યો છે. 2018 પેટાચૂંટણીમાં પાર્ટીએ સજ્જડ હારનો સામનો કરવો પડ્યો હતો.
VIDEO: ભાન ભૂલ્યા મમતા બેનર્જી, કહ્યું-'મોદીને લોકશાહીનો લાફો મારવાનું મન થાય છે'
જો સપા અને બસપા ઉમેદવારોને 2014માં મળેલા મતોને જોઈએ અને આ બંને પાર્ટીઓના પરંપરાગત મતદારોઓ તેમનો સાથ ન છોડ્યો તો ભાજપ માટે તમામ 14 બેઠકો પર મુશ્કેલી ઊભી થઈ શકે છે. ભાજપ આ બેઠકો પર ઘણું ખરું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મતોને પોતાના પક્ષમાં કરવાની શક્તિ પર નિર્ભર છે. કારણ કે તેમનો ધૂંઆધાર પ્રચાર પરંપરાગત વોટ બેંકની સરહદોને તોડનારો સાબિત થઈ શકે છે. પાંચ તબક્કાના મતદાન બાદ ઉત્તર પ્રદેશની 80માંથી 53 બેઠકો પર ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે.
આઝમગઢથી અખિલેશ યાદવનો સામનો પ્રસિદ્ધ ભોજપુરી કલાકાર દિનેશલાલ યાદવ નિરહુઆ સામે છે. આ બેઠક પર 2014માં મુલાયમ સિંહ યાદવે જીત નોંધાવી હતી. આ તબક્કામાં ભાજપના નેતા મેનકા ગાંધીનું પણ ભાવિ ઈવીએમમાં કેદ થશે. તેઓ આ વખતે સુલતાનપુરથી ચૂંટણી લડી રહ્યાં છે જ્યાંથી હાલ તેમના પુત્ર વરુણ ગાંધી સાંસદ છે.
છઠ્ઠા તબક્કાના મતદાનમાં આવતી સીટોનું વિસ્તૃત વિશ્લેષણ આ પ્રકારે છે...
શ્રાવસ્તી (2014)
વિજેતા: દદન મિશ્રા: ભાજપ : મળેલા મત 3,45,964
અતીક અહેમદ: સપા: 2,60,051
લાલજી વર્મા: બસપા: 1,94,890
સપા અને બસપા મળીને : 4,54,890
2019 માં ઉમેદવાર
દદન મિશ્રા : ભાજપ
ધીરેન્દ્ર પ્રતાપ સિંહ: યુપીએ
રામ શિરોમણી વર્મા: મહાગઠબંધન
ડુમરિયાગંજ (2014)
વિજેતા: જગદંબિકા પાલ: ભાજપ : 2,98,845
માતા પ્રસાદ પાંડે: સપા : 1,74,778
મોહમ્મદ મુકીમ: બસપા : 1,95,257
2019 માં ઉમેદવાર
જગદંબિકા પાલ: ભાજપ
આફતાબ આલમ: મહાગઠબંધન
સુલતાનપુર (2014)
વિજેતા : વરુણ ગાંધી : ભાજપ : 4,10,348
પવન પાંડે : બસપા: 2,31,446
શકીલ અહેમદ: સપા : 2,28,114
સપા અને બસપા મળીને : 4,59,590
2019 માં ઉમેદવાર
મેનકા ગાંધી: ભાજપ
સંજય સિંહ : કોંગ્રેસ
ચંદ્રભદ્ર સિંહ : મહાગઠબંધન
કમલા યાદવ : પીડીએ
પ્રતાપગઢ (2014)
વિજેતા : કુંવર હરિવંશ સિંહ : ભાજપ : 3,75,789
આસિફ નિજામુદ્દીન: બસપા : 2,07,567
પ્રમોદકુમાર સિંહ પટેલ: સપા : 1,20,107
સપા અને બસપા મળીને : 3,27,674
લાલગંજ (2014)
વિજેતા : નીલમ સોનવર : ભાજપ : 3,24,016
ડો. બલિરામ- બસપા : 2,33,971
બેચાઈ સરોજ : સપા : 2,60,930
સપા અને બસપાને મળીને : 4,94,901
2019 માં ઉમેદવાર
નીલમ સોનકર : ભાજપ
પંકજ મોહન સરકાર : યુપીએ
સંગીતા : મહાગઠબંધન
હેમરાજ પાસવાન : પીડીએ
આઝમગઢ (2014)
વિજેતા: મુલાયમ સિંહ યાદવ: સપા: 3,40,306
રામાકાંત યાદવ: ભાજપ : 2,77,102
શાહ આલમ: બસપા: 2,66,528
સપા અને બસપા મળીને: 6,06,834
2019 માં ઉમેદવાર
દિનેશલાલ યાદવ નિરહુઆ: ભાજપ
અખિલેશ યાદવ: મહાગઠબંધન
જૌનપુર (2014)
વિજેતા : કૃષ્ણ પ્રતાપ : ભાજપ- 3,67,149
પારસનાથ યાદવ : સપા- 1,80,003
સુભાષ પાંડે: બસપા -2,22,0839
સપા અને બસપા મળીને : 4,00,842
2019 માં ઉમેદવાર
કે.પી સિંહ : ભાજપ
દેવવ્રત મિશ્રા: કોંગ્રેસ
શ્યામ સિંહ યાદવ: મહાગઠબંધન
સંગીતા યાદવ: પીડીએ
મછલીશહેર (2014)
વિજેતા : રામચરિત્ર નિષાદ - ભાજપ : 4,38,210
તુફાની : સપા -1,91,387
ભોલાનાથ : બસપા - 2,66,055
સપા અને બસપા મળીને : 4,57,442
2019 માં ઉમેદવાર
વી પી સરોજ: ભાજપ
ત્રિવેણી રામ: મહાગઠબંધન
ભદોહી (2014)
વિજેતા: વિરેન્દ્ર સિંહ : ભાજપ-4,03,695
સીમા મિશ્રા : સપા -2,38,712
રાકેશધર ત્રિપાઠી: બસપા- 2,45,554
2019 માં ઉમેદવાર
રમેશ બિંદ- ભાજપ
રમાકાંત યાદવ- કોંગ્રેસ
રંગનાથ મિશ્રા- મહાગઠબંધન
બસ્તી (2014)
વિજેતા: હરીશ દ્વિવેદી: ભાજપ - 3,57,680
વૃજકિશોર સિંહ: સપા- 3,24,118
રામ પ્રસાદ ચૌધરી: બસપા- 2,83,747
સપા અને બસપા મળીને : 6,07,865
2019 માં ઉમેદવારો
હરીશ દ્વિવેદી: ભાજપ
રાજકિશોર સિંહ: કોંગ્રેસ
રામ પ્રસાદ ચૌધરી: મહાગઠબંધન
રામકેવલ યાદવ: પીડીએ
સંતકબીર નગર (2014)
વિજેતા: શરદ ત્રિપાઠી: ભાજપ -3,48,892
ભીષ્મ શંકર ઉર્ફે કૌશલ તિવારી: બસપા -2,50,914
ધાલચંદ્ર યાદવ : સપા - 2,40,169
2019 માં ઉમેદવાર
પ્રવીણકુમાર નિષાદ: ભાજપ
પરવેઝ ખાન: કોંગ્રેસ
ભીષ્મ શંકર ઉર્ફે કૌશલ તિવારી- મહાગઠબંધન
અલાહાબાદ (2014)
વિજેતા શ્યામ ચરણ ગુપ્તા: ભાજપ - 3,13,772
કેશરી દેવી: બસપા -1,62,073
કુંવર રેવતી રમણ સિંહ: સપા - 2,51,763
સપા અને બસપા મળીને : 4,13,836
2019 માં ઉમેદવાર
રીતા બહુગુણા: ભાજપ
રાજેન્દ્ર સિંહ પટેલ: મહાગઠબંધન
યોગેશ શુક્લા: કોંગ્રેસ
આંબેડકર નગર (2014)
વિજેતા: હરિઓમ પાંડે : ભાજપ -4,32,104
રાકેશ પાંડે: બસપા -2,92,675
રામમૂર્તિ વર્મા : સપા- 2,34,467
સપા અને બસપા મળીને : 5,22,142
2019 માં ઉમેદવારો
મુકુટ બિહારી વર્મા: ભાજપ
ઉમ્મેદ સિંહ નિષાદ: યુપીએ
રિતેશ પાંડે: મહાગઠબંધન
પ્રેમ નિષાદ: પીડીએ
ફૂલપુર (2014)
વિજેતા: કેશવ પ્રસાદ મૌર્ય: ભાજપ : 5,03,564
કપિલ મુની કરવારિયા : બસપા: 1,63,710
ધર્મરાજ સિંહ પટેલ: સપા : 1,95,082
સપા અને બસપા મળીને : 3,58,792
2019 માં ઉમેદવારો
કેશરી પટેલ : ભાજપ
પંકજ નિરંજન: યુપીએ
પંધેરી યાદવ: મહાગઠબંધન
પ્રિયા સિંહ: પીડીએ