જયપુર : રાજસ્થાનમાં મદનલાલ સૈનીને ભાજપ પ્રદેશ અધ્યક્ષની કમાન મળી ગઇ છે. પાર્ટીમાં નિચલા સ્તરથી પ્રદેશ અધ્.ક્ષ પદ સુધી પહોંચનારા સૈનીની ગણત્રી એક સ્વચ્છ અને જુઝારુ રાજનેતા તરીકે થાય છે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે પાર્ટી પ્રત્યે નિષ્ઠા, સાદગી, જમીની પકડનાં કારણે મદનલાલ સૈનીને આ તક મળી છે. હવે રાજસ્થાનમાં વિધાસભા ચૂંટણી 2018નું રણ મદનલાલ સૈનીની આગેવાનીમાં લડવામાં આવશે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની રણનીતિક અને મદનલાલ સૈનીની કાર્યકુશળતાથી ચૂંટણી વર્ષમાં પાર્ટીને નવી સંજીવની મળશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોર્ચ્યુનર, સફારી અને લાવલશ્કર સાથે ચાલનારા ફોકસ વાળા નેતાઓનાં દોરમાં મદનલાલ સૈની તથા તે નેતાઓ છે જે રાજસ્થાન રોડવેઝની બસથી જતા હતા. મદનલાલ સૈની તે નેતા છે તે ચોમૂ સર્કલથી પ્રદેશ કાર્યાલય સુધી પગે ચાલીને જતા હતા. જમીન સાથે જોડાયેલા એક એવા નેતા સાથે છેલ્લા 4 મહિનામાં જે થયું તે કોઇ ચમત્કારથી ઓછું નથી. કાલ સુધી જે નેતા અંગે જાણવા માટે પણમહેનત કરવી પડતી હતી તેઓ અચાનક રાજ્યસભા સાંસદ અને પછી પ્રદેશ ભાજપનાં પ્રમુખ બની ગયા. 
સ્પષ્ટ છે કે ગત્ત 75 દિવસોમાં ભાજપમાં જે કાંઇ પણ બન્યું તે પહેલા ક્યારે પણ નથી થયું પરંતુ મદનલાલ સૈનીનું નામ એક એવું નામ છે જે તમામ વિરોધોને એકજુતામાં પરિવર્તિત કરી શકે છે કારણ કે રાજનૈતિક તરીકે તેનું અથવા કોઇ રાજનૈતિક દુશ્મન હોય તેવી શક્યતા નહીવત્ત છે. 

ચૂંટણીનાં વર્ષમાં ભાજપને મળી સંજીવની જડીબુટ્ટી
ભાજપે મદનલાલને રાજસ્થાનની કમાન સોંપીને એક તીરથી ઘણા શિકાર કર્યા છે. એક તો ભાજપે પોતાનાં કાર્યકર્તાઓ વચ્ચે એક એવો સંદેશ આપ્યો છે કે જમીન સાથે જોડાયેલો કોઇ પણ ભાજપનો નેતા મોટા પદ સુધી પહોંચી શકે છે. બીજું કે  ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ સંદેશ આપ્યો છે કે તે કોઇ પણ પ્રકારનાં ડિક્ટેટરની જેમ કામ નથી કરી રહ્યા. બીજું કે ભાજપમાં કોઇ પણ નિર્ણય એક સામાન્ય સંમતી દ્વારા સધાય છે. ત્રીજું કે ભાજપ મુળ ઓબીસી મુદ્દે એક એવું કાર્ડ રમ્યું છે જે રાજનીતિક રીતે રાજસ્થાનમાં મોટો આધાર રાખે છે. ચોથું કે મદનલાલ સૈની પોતાની બેદાગ છબિના દમ પર  રૂઠેલાઓને મનાવી શકે છે અને ઘર વાપસી કરાવી શકે છે.