મુંબઇ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય આશીષ શેલાર Ashish Shelar) 10:30 વાગે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા શેલારનું માનવું છે કે એનસીપી ધારાસભ્ય દળના નેતાના રૂપમાં અજીત પવારની નિમણૂક માન્ય નથી અને તેમની જગ્યાએ જયંત પાટીલની નિમણૂક અમાન્ય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપને સમર્થન આપનાર એનસીપી ચીફ શરદ પવારે પોતાના ભત્રીજા અજિત પવારને પાર્ટીના ધારાસભ્ય દળના નેતા પદે દૂર કર્યો છે. આ સાથે જ જયંત પાટીલને એનસીપીના ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શનિવારે સવારે 8 વાગે ભાજપના નેતા દેવેંદ્વ ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના રૂપમાં શપથ અપાવી. એનસીપી પ્રમુખ શરદ પવારના બાગે ભત્રીજા અજીત પવારે પણ તેમની સાથે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube