બાંદા: ભાજપ નેતા વિરુદ્ધ એસસી-એસટી એક્ટ હેઠળ કેસ દાખલ
હેડપંપમાંથી પાણી પીવાના મુદ્દે મામલો બિચકતા એસસી-એસટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો
બાંદા : ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નેતા અને તેરહીમાફી ગામના પૂર્વ પ્રધાન રાજનારાયણ દ્વિવેદીની વિરુદ્ધ ગામના હાલના પ્રધાનની પુત્રીએ મારપીટ, જીવથી મારી નાકવાની ધમકી અને એસસી-એસટી એક્ટ હેઠળ ઉત્પીડનનો કેસ દાખલ કરાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલા હમીરપુરના ભાજપ નેતા કે.કે ત્રિવેદીની વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
પ્રધાન વિટ્ટન શ્રીનિવાસની પુત્રી પ્રિયંકા શ્રીવાસનો આરોપ છે કે તે પૂર્વ પ્રધાનના દરવાજે લાગેલા હેંડપંપ પરથી પાણી પી રહી હતી. ત્યારે જે પ્રધાન રાજનારાયણ દ્વિવેદીએ તેને જાતીસુચક શબ્દો કહીને અપમાનિત કરી હતી. પ્રિયંકાએ તેમ પણ કહ્યું કે, પોલીસે તેની ફરિદાય નોંદી નહોતી. આખરે મજબુર થઇને તેને કોર્ટમાં જવું પડ્યું. ત્યાર બાદ કોર્ટનાં આદેશથી તિન્દવારી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
એસસી-એસટી એક્ટનાં શિકાર થયેલા ભાજપ નેતા રાજનારાયણ દ્વિવેદીનું કહેવું છે કે એવી કોઇ ઘટના જ નથી થઇ પરંતુ જાણીબુઝીને મારી વિરુદ્ધ કેસ દાખલ કરાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છેકે અગાઉ બુંદેલખંડના હમીરપુર જિલ્લામાં ભાજપ નેતા કે.કે ત્રિવેદી વિરુદ્ધ પણ એસસી એસટી એક્ટ હેઠળ કેસ દાખલ થઇ ચુક્યો છે. હવે આ બંન્ને નેતાઓ ધરપકડથી બચવા માટે ભાગતા ફરી રહ્યા છે.