નવી દિલ્હી : ભાજપ અને ટીએમસીની વચ્ચે વિવાદ અટકવાનું નામ નથી લઇ રહ્યો. સીબીઆઇ આ મુદ્દે મુખ્યમંત્રી મમતા બેનર્જીની સામે આવ્યા બાદથી ભાજપ અને ટીએમસી  વચ્ચે નિવેદનબાજીનો દોર ચાલી રહ્યો છે. બીજી તરફ મમતા બેનર્જી કેન્દ્ર સરકારને સરમુખત્યાર ગણાવી રહી છે. બીજી તરફ ભાજપ મમતા બેનર્જીને બંગાળનાં સરમુખત્યાર ગણાવી રહ્યા છે.હાલમાં ભાજપની રેલીઓને બંગાળમાં અટકાવવા માટે ભાજપ સતત મમતા બેનર્જી સરકાર પર શાબ્દિક પ્રહારો કરી રહ્યું છે. હાલમાં જ ભાજપના વરિષ્ઠ નેતા ગિરિરાજ સિંહે વિવાદિત નિવેદન આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ અયોધ્યામાં તે જ સ્થળ પર રામ મંદિર બનાવવા માટે કટિબદ્ધ: અમિત શાહ

ગિરિરાજ સિંહ વિવાદિત અને અટપટા નિવેદનો મુદ્દે ઓળખાય છે. તેઓ કોઇ પણ મુદ્દે વિરોધીઓ પર શાબ્દિક પ્રહારો કરતા હોય છે. આ દરમિયાન તેઓ અનેક વખત વિવાદિત નિવેદનો આપતા હોય છે. ગિરિરાજ સિંહે હવે મમતા બેનર્જી મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું છે. ત્યાર બાદ હવે ફરીથી ટીએમસી અને ભાજપ વચ્ચે ટપાટપી વધે તેવી શક્યા છે. ગિરિરાજ સિંહે મમતા બેનર્જીની તુલના સરમુખત્યાર કિમ જોંગ અને દ્વાપર યુગની રાક્ષસી પૂતના સાથે કરી છે. 


મમતા બેનર્જીના ગઢમાં PM મોદીએ ફેંક્યો પડકાર, ગરીબોને લુટનારા નહીં બચે

ગિરિરાજ સિંહે આ નિવેદન બાદ હવે રાજકીય હોબાળો થઇ શકે છે. તેમણે મમતા બેનર્જી પર સીધી રીતે પ્રહાર કરતા તેના પર સરમુખત્યાર શાહીનો આરોપ લગાવ્યો, તેની તુલના કિમ જોંગ ઉન સાથે તેમની તુલના કરી. ટીએમસી પણ કદાચ ચુપ નહી બેસે.