નવી દિલ્હી: વર્ષ 2019નું બજેટ કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજુ કરવામાં આવ્યું. મોદી સરકાર તરફથી બજેટમાં મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે. ખેડૂતોથી લઈને મીડલ ક્લાસના લોકો માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે. બજેટ રજુ થયા બાદ સત્તાધારી પક્ષોના નેતાઓમાં ખુશી જોવા મળી રહી છે. તેમણે 2019ના બજેટને સર્જિકલ સ્ટ્રાઈક ગણાવ્યું છે. આ બજેટથી સામાન્ય લોકો પણ ખુશ જોવા મળી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજેટ 2019ને લઈને કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ગિરિરાજ સિંહે કહ્યું કે અબ કી બાર મોદી સરકાર 400 કે પાર. તેમણે કહ્યું કે સરકારે એક એવું બજેટ રજુ કર્યું છે કે જેમાં તમામ લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ એક ઐતિહાસિક બજેટ છે જે ક્યારેય સંસદમાં રજુ કરાયું નથી. 


બજેટમાં ખેડૂતથી લઈને મધ્યમ વર્ગ અને દરેક તબક્કાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. મજૂરોથી લઈને વૃદ્ધોનું ધ્યાન સુદ્ધા રાખવામાં આવ્યું છે. આ સંપૂર્ણ રીતે એક સંતુલિત બજેટ છે. જે લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. 


ગિરિરાજ સિંહે વિપક્ષ પર નિશાન સાંધતા કહ્યું કે તેમણે એક એવા બજેટની કલ્પના પણ નહીં કરી હોય. હવે તેમની પાસે બોલવા માટે કશું નથી. જ્યારે કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અશ્વિની ચોબેએ કહ્યું કે આ સંપૂર્ણ રીતે સરકારની સર્જિકલ સ્ટ્રાઈક છે. સરકારની આ બીજી સર્જિકલ સ્ટ્રાઈક છે. પહેલી દેશની સરહદ બહાર કરાઈ હતી. અને હવે સદનમાં સરકારે સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. 2019નું બજેટ એક ઐતિહાસિક બજેટ છે. આવું બજેટ સદનમાં ક્યારેય રજુ  કરાયું નથી. 


જો કે વિપક્ષ કેન્દ્ર સરકારના આ બજેટને જુમલો ગણાવી રહી છે. ચૂંટણીલક્ષી બજેટ પણ કહેવાઈ રહ્યું છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ બજેટને સંપૂર્ણ રીતે નિરાશાજનક ગણાવ્યું. ટેક્સમાં 5 રૂપિયા સુધીની કરમુક્તિ અંગે માઝીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે જો સરકારની ઈચ્છા હોત તો ટેક્સ સ્લેબને 8 લાખ રૂપિયા સુધીનો કરત.


આ ઉપરાંત આરએલએસપીના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ પણ કેન્દ્ર સરકારના બજેટને જુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણીને ધ્યાનમાં લઈને લોકોને લોભાવતું બજેટ રજુ કરવામાં આવ્યું છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...