નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના પ્રચારમાં નેતાઓ દ્વારા વિવાદિત નિવેદનો આપવાનું બંધ નથી થઈ રહ્યું. હવે, કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દુર્યોધન કહ્યા પછી ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ જિરાતી પણ કૂદી પડ્યા છે. તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને 'રાવણ' કહ્યા છે અને કહ્યું છે કે તેમણે દેશને વેચી નાખ્યો છે. જીતુ જિરાતીના આ નિવેદન સમયે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન પણ હાજર હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિરાતી ઈન્દોરમાં એક ચૂંટણી સભામાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે, "પ્રિયંકા ગાંધી પીએમ મોદીની સરખામણી દુર્યોધન સાથે કરી રહી છે, પરંતુ તેમના પિતા તો રાવણ હતા, જેમણે દેશ વેચવાનું કામ કર્યું છે."


ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પીએમ મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા ઉત્તરપ્રદેશની એક રેલીમાં જણાવ્યું હતું કે, "તેમના પિતા રાજીવ ગાંધીનું જીવન એક નંબરના ભ્રષ્ટ નેતા તરીકે સમાપ્ત થયું છે."


ગૌતમ ગંભીરે કેજરીવાલ, સિસોદિયા, આતિશીને મોકલી 'માનહાનિ'ની નોટિસ, કહ્યું માફી માગો 


પીએમ દ્વારા રાજીવ ગાંધી પર ટિપ્પણી કરાયા પછી પ્રિયંકા ગાંધીએ હરિયાણાની એક રેલીમાં પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, "પીએમ મોદી દુર્યોધનની જેમ અભિમાની થઈ ગયા છે. ભગવાન કૃષ્ણ જ્યારે દુર્યોધનને સમજાવા ગયા હતા તો તેમને બંદી બનાવાનો પ્રયાસ કર્યો હતો અને પછી શું થયું હતું એ સૌ જાણે છે."


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....