BJP નેતા કપિલ મિશ્રાએ કર્યો મોટો દાવો, મળી રહી છે જાનથી મારી નાખવાની ધમકીઓ
રવિવારે ટ્વીટ કરીને કપિલ મિશ્રાએ કહ્યું છે કે તેમને વોટ્સએપ અને ઇમેઇલ પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે
નવી દિલ્હી : ભાજપના નેતા કપિલ મિશ્રાએ આરોપ મુક્યો છે કે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. રવિવારે ટ્વીટ કરીને કપિલ મિશ્રાએ કહ્યું છે કે તેમને વોટ્સએપ અને ઇમેઇલ પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેમણે કહ્યું છે કે તેમને દેશ અને વિદેશથી ધમકી આપવામાં આવી રહી છે પણ હું નફરતના પ્રચારથી નથી ડરતો.
ફાંસીના 3 દિવસ પહેલા નિર્ભયાના દોષી અક્ષયનો નવો દાવ, ફરી કરી દયા અરજી
આ પહેલાં કપિલ મિશ્રા (Kapil Mishra)એ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા તાહિર હુસૈન (Tahir Hussain) પર મોટો આરોપ લગાવીને ટ્વીટ કર્યું હતું કે દિલ્હી હિંસા (Delhi Violence) માટે તાહિર હુસૈન અને આઇબી અધિકારી સહિત ત્રણ લોકો જવાબદાર છે. કપિલ શર્માએ લખ્યું હતું કે હત્યારો તાહિર શર્મા છે. દિલ્હી હિંસા વખતે માત્ર અંકિત શર્માને નહીં પણ ચાર છોકરાઓને પકડીને લઈ જવામાં આવ્યા હતા અને એમાંથી ત્રણની લાશ મળી ચુકી છે. તાહિર હુસૈન સતત કેજરીવાલ અને AAP નેતાઓ સાથે વાતચીત કરી રહ્યો છે. કપિલ મિશ્રાએ દિલ્હી હિંસાનો વીડિયો પણ શેયર કર્યો હતો અને દાવો કર્યો હતો કે એમાં તાહિર હુસૈન હાજર છે.
ફરી ટળશે નિર્ભયાના દોષીતોની ફાંસી? પવનની ક્યૂરેટિવ પિટિશન પર 2 માર્ચે સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ
દિલ્હીના ઉત્તર પૂર્વી વિસ્તારોમાં સીએએ પ્રદર્શનો વચ્ચે ભડકેલી હિંસામાં 40 લોકોના મોત થઈ ગયા છે. આ ખબરોની વચ્ચે હવે ભાજપને આંચકો લાગે તેવા સમાચાર આવ્યા છે. 2013માં ભાજપમાં સામેલ થયેલી સુભદ્રા મુખરજી અભિનેત્રીએ પક્ષ છોડી દીધો છે. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં આ શું થઈ રહ્યું છે? અનેક લોકોને મારી નાખ્યા, અનેકના ઘર સળગાવી દીધા. કોમી રમખાણોએ લોકોનું વિભાજન કરી નાખ્યું છે પણ આમ છતાં ભાજપે અનુરાગ ઠાકૂર અને કપિલ મિશ્રા પર કોઈ જ પ્રકારની કાર્યવાહી કરી નથી. રમખાણોના આવા દ્રશ્યો જોઈ હું હચમચી ગઈ છું. મને લાગે છે કે, મારે એવી પાર્ટીમાં ન રહેવું જોઈએ કે, જ્યાં પોતાની જ પાર્ટીના નેતા વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, હું એવી પાર્ટીમાંથી દૂર રહીશ જ્યાં અનુરાગ ઠાકૂર અને કપિલ મિશ્રા જેવા લોકો રહેતા હોય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...