Aryan Case માં મોટો વળાંક, BJP નેતાએ આ વ્યક્તિને ગણાવ્યો માસ્ટર માઈન્ડ, NCP સાથે કનેક્શન
ક્રૂઝ ડ્રગ્સ કેસ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના એક ભાજપ નેતા મોહિત કંબોજે અનેક ચોંકાવનારા દાવા કર્યા છે. મોહિત કંબોજે કહ્યું કે આ સમગ્ર મામલાનો માસ્ટરમાઈન્ડ સુનિલ પાટિલ છે. જે NCP સાથે જોડાયેલો છે. એટલું જ નહીં કંબોજે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્ર સરકારમાં એક મંત્રી આ આખી સિન્ડિકેટને ચલાવી રહ્યા છે.
મુંબઈ: ક્રૂઝ ડ્રગ્સ કેસ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના એક ભાજપ નેતા મોહિત કંબોજે અનેક ચોંકાવનારા દાવા કર્યા છે. મોહિત કંબોજે કહ્યું કે આ સમગ્ર મામલાનો માસ્ટરમાઈન્ડ સુનિલ પાટિલ છે. જે NCP સાથે જોડાયેલો છે. એટલું જ નહીં કંબોજે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્ર સરકારમાં એક મંત્રી આ આખી સિન્ડિકેટને ચલાવી રહ્યા છે.
ડ્રગ્સ કેસને લઈને એનસીબી અને સમીર વાનખેડે પર સતત નિશાન સાધી રહેલા મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક પર આ પલટવાર ગણવામાં આવી રહ્યો છે. નવાબ મલિકે આ મામલે મોહિત કંબોજ ઉપર પણ આરોપ લગાવ્યા હતા.
મોહિત કંબોજે કહ્યું કે, દેશમાં 2 ઓક્ટોબર બાદ એક વિવાદિત મામલો આર્યન ખાન ડ્રગ્સ કેસ ચર્ચામાં છે. મહારાષ્ટ્ર સરકારના એક મોટા મંત્રીએ આરોપ લગાવ્યા. આ મામલે નવાબ મલિકે 6 ઓક્ટોબરના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર આરોપ લગાવ્યો કે તે તેમા સામેલ છે. પરંતુ હું આ મામલે સત્ય સામે લાવી રહ્યો છું.
મોહિત કંબોજે કિરણ ગોસાવીની આર્યન ખાન સાથે તસવીર દેખાડી. તેમણે કહ્યુંકે, આ ફોટો તો બધાએ જોયો હશે. ભાજપને આ કેસમાં એમ કહીને ખેંચવામાં આવી રહ્યું છે કે કિરણ ગોસાવી ભાજપનો કાર્યકર છે. કંબોજે કહ્યું કે આ મામલે સુનિલ પાટિલ માસ્ટરમાઈન્ડ છે. તે ધુલેનો રહિશ છે અને એનસીપી સાથે 20 વર્ષથી જોડાયેલો છે.
Drugs Case: નવાબ મલિકનો નવો આરોપ, 'સમીર વાનખેડેએ આર્યન ખાનનું ખંડણી માટે અપહરણ કર્યું'
કંબોજે આરોપ લગાવ્યો કે સુનિલ પાટિલ અનિલ દેશમુખના પુત્ર ઋષિકેશ દેશમુખનો મિત્ર છે. સુનિલ પાટિલ 1999થી 2014 સુધઈ મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલય સાથે મળીને પોસ્ટિંગમાં ટ્રાન્સફરને લઈને રેકેટ ચલાવતો હતો. જ્યારથી રાજ્યમાં સરકાર બદલાઈ ત્યારબાદ તે ફરીથી એક્ટિવ થઈ ગયો છે.
તેમણે કહ્યું કે સુનિલ પાટિલે 1 ઓક્ટોબરના રોજ સેમ ડિસૂઝાને ફોન કર્યો અને એનસીબી અધિકારીનો સંપર્ક કરવાનું કહ્યું. 2 ઓક્ટોબરના રોજ સેમ ડિસૂઝાને જણાવ્યું કે કિરણ ગોસાવી એનસીબી સાથે વાત કરશે. કંબોજે પૂછ્યું કે એનસીપી નેતાને ડ્રગ્સ પાર્ટી અંગે કેવી રીતે ખબર પડી. કંબોજે સુનિલ પાટિલની એક કથિત ઓડિયો ક્લિપ સંભળાવી. તેમણે દાવો કર્યો કે તેમાં સુનિલ પાટિલનું નામ છે. જે હાલ અને પૂર્વ ગૃહમંત્રીનું નામ લઈ રહ્યો છે. તે કહી રહ્યો છે કે કેવી રીતે તેણે કામ કર્યું. સુનિલ પાટિલ સિન્ડિકેટ ચલાવી રહ્યો છે.
નવાબ મલિક પાસે માંગ્યો જવાબ
તેમણે કહ્યુંકે, આ મામલામાં ભાજપ અને કોઈ ભાજપ નેતાનો કોઈ સંબંધ નથી. આ સમગ્ર ષડયંત્ર ભાજપને બદનામ કરવા માટે રચાયેલું છે. એનસીપીએ સુનિલ પાટિલ સાથે પોતાના સંબંધો વિશે જણાવવું જોઈએ. સુનિલ પાટિલ એક મોટી હોટલમાં રોકાયો હતો. ત્યાં કયા એનસીપી નેતા હતા જે તેને મળવા ગયા હતા. નવાબ મલિકે જવાબ આપવો જોઈએ.
જાન્યુઆરીમાં એનસીબીએ ડ્રગ પેડલર ચિકૂ પઠાણની ધરપકડ કરી હતી. તે દાઉદનો માણસ છે. તેની પાસેથી હથિયારો અને પૈસા પણ મળી આવ્યા. ચિકૂ પઠાણ ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો. ત્યાં તેને મળવા પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ગયા હતા. ત્યાં એક મંત્રીનો જમાઈ પણ હાજર હતો. ત્યાં સુનિલ પાટિલ પણ હતો.
Aryan Khan Drugs Case થી કેમ અલગ થઈ ગયા સમીર વાનખેડે? NCB અધિકારીએ પોતે આપ્યો જવાબ
કંબોજે કહ્યું કે કિરણ ગોસાવી કસ્ટડીમાં છે અને તેનું નિવેદન સામે આવ્યું નથી. નવાબ મલિકે સુનિલ પાટિલ સાથે પોતાના સંબંધો વિશે જણાવવું જોઈએ. તે ક્યાં છે, તે ફક્ત મહારાષ્ટ્ર સરકારને જ ખબર છે. મલિકને મંત્રી પદે રહેવાનો કોઈ અધિકાર નથી.
નવાબ મલિકે કહ્યું- કાલે કરીશ ખુલાસો
મોહિત કંબોજના દાવા બાદ નવાબ મલિકે તરત ટ્વીટ કરીને જવાબ આપ્યો. સમીર દાઉદ વાનખેડેની પ્રાઈવેટ આર્મીના એક સભ્યએ ગુમરાહ કરવા અને સચ્ચાઈથી ધ્યાન ભટકાવવા માટે હાલ પ્રેસ કોન્ફરન્સ કરી છે. હું કાલે સચ્ચાઈનો ખુલાસો કરીશ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube