કાનપુર: લોકસભા ચૂંટણીમાં ભાજપના વિરષ્ઠ નેતાઓને ટિકિટ ના મળ્યા બાદ પહેલીવાર કોઇ નેતાએ ખુલ્લેઆમ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. ભાજપ નેતા મુરલી મનોહર જોશીએ કાનપુરના મતદાતાઓના નામે પક્ષ લખી ચૂંટણી ના લડવાની વાતનો ખુલાસો કર્યો છે. મુરલી મનોહર જોસીએ પત્ર લખી કહ્યું કે રાષ્ટ્રીય સંગઠન મંત્રી રામલાલે મને લોકસભા ચૂંટણી ના લડવાની સલાહ આપી છે. તેમણે લખ્યું કે રામલાલની સાલહના આધાર પર તેઓ ચૂંટણી લડી રહ્યાં નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી 2019: પ્રિયંકાના અયોધ્યા પ્રવાસમાં ફેરફાર, આ રીતે કરશે રોડ શો


સ્ટાર પ્રચારકોની લિસ્ટમાં પણ જોશી નથી
જણાવી દઇએ કે મંગળવાર સવારે ભાજપે યૂપીના સ્ટાર પ્રચારકોની લિસ્ટને જાહેર કરી હતી. આ લિસ્ટમાં પીએમ મોદી સહિત ઘણા દિગ્ગજ નેતાઓના નામ છે, પરંતુ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીનું નામ નથી.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...