ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રેમ શુક્લાએ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. પર આકરા પ્રહાર કર્યા છે. શુક્લાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં કેરળના મુસ્લિમ લીગ યુથ વિંગના કાર્યકરો હિન્દુ વિરોધી નારેબાજી કરી રહ્યા છે. ભાજપના નેતાએ રાહુલ ગાંધીને સીધો સવાલ કર્યો છે કે તમે I.N.D.I.A. ગઠબંધનમાં સામેલ આ પાર્ટી હિન્દુઓ વિશે આવી સોચ ધરાવે છે તો તમે કેવો ઈરાદો ધરાવો છો. 


પ્રેમ શુક્લાની સોશિયલ મીડિયા પોસ્ટ
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ભાજપ નેતા પ્રેમ શુક્લાએ લખ્યું કે હિન્દુઓના મંદિરોની સામે ફાંસી પર લટકાવીશું અને જીવતા બાળી મૂકીશું! ની ધમકી આપવામાં આવી રહી છે. આ ધમકી આપી છે રાહુલ ગાંધી દ્વારા ગઠિત રાજકીય ગઠબંધન I.N.D.I.A. ના પાર્ટનર મુસ્લિમ લીગ (IUML)એ. કેરળના કાસરગોડમાં મુસ્લિમ લીગના યુથ વિંગના કાર્યકરોએ હિન્દુ વિરોધી નારા લગાવીને મોરચો કાઢ્યો. તમે સમજી શકો છો કે રાહુલ ગાંધી, કોંગ્રેસ અને તેમના સાથી પક્ષ હિન્દુઓ વિશે શું ઈરાદો ધરાવે છે. શું આ જ વિપક્ષના I.N.D.I.A. ની સોચ છે?


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube