નવી દિલ્હીઃ મુકુલ રોય બાદ શું ભારતીય જનતા પાર્ટીના નેતા અને સાંસદ રાજીબ બેનર્જી પણ તૂણમૂલ કોંગ્રેસમાં પરત ફરી રહ્યા છે? રાજીબે શનિવારે ટીએમસીના રાજ્ય સચિવ કૃણાલ ઘોષના કોલકત્તા સ્થિત ઘરે જઈને મુલાકાત કરી અને ત્યારબાદ રાજકીય અટકળો શરૂ થઈ ગઈ છે. કૃણાલ ઘોષે પરંતુ તેને શુભેચ્છા મુલાકાત ગણાવી પરંતુ રાજીબ પહેલાથી સંકેત આપી ચુક્યા છે કે તે પોતાની જૂની પાર્ટીમાં વાપસી કરી શકે છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા ટીએમસી છોડી ભાજપમાં આવેલા મમતા સરકારના પૂર્વ મંત્રી ચૂંટણીમાં દોમજુર વિધાનસભા સીટથી ચૂંટણી હારી ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક દિવસ પહેલા ટીએમસીમાં સામેલ થનારા મુકુલ રોયે કહ્યુ હતુ કે પશ્ચિમ બંગાળમાં જે સ્થિતિ છે તેમાં ભાજપમાં કોઈ નેતા રહેશે નહીં. 2017માં ટીએમસીથી ભાજપમાં સામેલ થયેલા મુકુલ રોયને પાર્ટીએ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા હતા, પરંતુ બંગાળમાં અધિકારીના વધતા કદથી તે નારાજ હતા. ઘર વાપસી પર મુકુલનું સ્વાગત કરતા ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીને જ્યારે પૂછવામાં આવ્યું કે અન્ય નેતા ભાજપમાંથી ટીએમસીમાં પરત ફરશે તો તેમણે કહ્યું હતું કે તેની જાણકારી આવનારા સમયમાં આપવામાં આવશે. 


આ પણ વાંચોઃ USA માં કોવૈક્સીનની ક્લીનિકલ ટ્રાયલ કરશે ભારત બાયોટેક, ઇમરજન્સી ઉપયોગની ન મળી મંજૂરી


પશ્ચિમ બંગાળમાં મંગળવારે યોજાયેલી પાર્ટીની બેઠકમાં મુકુલ રોય અને રાજીવ બેનર્જી ગેરહાજર રહ્યા હતા. ત્યારબાદ તેમના પક્ષપલટાની અટકળો શરૂ થઈ ગઈ હતી. આ સિવાય તેમણે ટ્વિટરનો સહારો લેતા તે પણ કહ્યું હતું કે ચૂંટણી બાદ ભડકેલી હિંસાને કારણે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું તે જનાદેશનું અપમાન હશે.


સબ્યસાચી દત્તા બોલ્યા- ભાજપમાં જ રહીશ
તો ટીએમસીમાં સામેલ થવાની અટકળોને નકારતા સબ્યસાચી દત્તાએ કહ્યું કે, તે ભાજપમાં જ રહેશે. તેમણે શનિવારે કહ્યું- આ અટકળબાજી છે. ન તો ટીએમસીના કોઈ નેતાએ કહ્યું છે કે હું તેની પાર્ટીમાં જઈ રહ્યો છું ન મેં કહ્યું કે હું ટીએમસીમાં જવાનો છે. મારો આવો કોઈ પ્લાન નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube