રાજનાથ સિંહે કરી સ્પષ્ટતા, અમે ક્યારેય કહ્યું નથી કે 15 લાખ અપાશે...
લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપના ચૂંટણી ઢંઢેરા સંકલ્પ પત્ર 2019 તૈયાર કરનાર કમિટીના પ્રમુખ અને દેશના ગૃહમંત્રી રાજનાથ સિંહે વિપક્ષો સામે આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, અમારી પાર્ટીએ ક્યારેય લોકોને 15 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું નથી. અમારી પાર્ટીએ તો બ્લેક મની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. અને આ દિશામાં કાર્યવાહી કરવામાં આવી છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપના ચૂંટણી ઢંઢેરા સંકલ્પ પત્ર 2019 તૈયાર કરનાર કમિટીના પ્રમુખ અને દેશના ગૃહમંત્રી રાજનાથ સિંહે વિપક્ષો સામે આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, અમારી પાર્ટીએ ક્યારેય લોકોને 15 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું નથી. અમારી પાર્ટીએ તો બ્લેક મની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. અને આ દિશામાં કાર્યવાહી કરવામાં આવી છે.
લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપનું સંકલ્પપત્ર તૈયાર કરનાર સમિતિના પ્રમુખ અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે તેમની પાર્ટી એ લોકોના ખાતામાં 15 લાખ આપવાની વાત ક્યારેય કરી નથી. સમાચાર એજન્સી એએનઆઈને ઈન્ટરવ્યૂ આપતા કહ્યું કે અમે ક્યારેય કહ્યું નથી કે પંદર લાખ રૂપિયા અપાશે. અમે એવું કહ્યું હતું કે બ્લેક મની વિરુદ્ધ કાર્યવાહી કરાશે બ્લેક મની વિરુદ્ધ કાર્યવાહી થઈ છે. અમારી સરકારે જ બ્લેક મની મામલે એસઆઇટીની રચના કરી છે.
ગૃહમંત્રી રાજનાથસિંહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે વિપક્ષ દ્વારા એમની પાર્ટી ભાજપ સામે આરોપ લગાવાઇ રહ્યો છે કે ભાજપે 2014ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને એમના ખાતામાં પંદર-પંદર લાખ આપવાનું વચન આપ્યું હતું
અહીં નોંધનિય છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપે બ્લેક મની મામલે કાર્યવાહી કરવાની વાત કરી હતી. ભાજપે જનતા વચ્ચે જઈને કહ્યું હતું કે વિદેશોમાં જે બ્લેક મની જમા છે. એને પરત લાવવામાં આવશે. વિપક્ષ આ વખતે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના આ વચનને યાદ કરાવી ભાજપ સામે એવો આરોપ લગાવી રહી છે કે ભાજપે હજુ વચન પાળ્યું નથી.
રાજકીય નેતાઓ અને તેમના સહયોગી સામે ઈન્કમટેક્ષ અને ઇડી દ્વારા કરાયેલા દરોડા અંગે કહ્યું કે આને રાજનીતિક બદલાની ભાવનાથી કરાયેલી કાર્યવાહી કહેવી એ યોગ્ય નથી.તપાસ એજન્સીઓ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. જેમની પર ચૂંટણી આચાર સંહિતા અહીં લાગુ થતી નથી. આ સંસ્થાઓ ઇનપુટના આધારે કાર્યવાહી કરી રહી છે અને અમે એમને કેવી રીતે રોકી શકીએ.
રાજનાથસિંહે એર સ્ટ્રાઇક મામલે કહ્યું કે, બાલાકોટ મામલે થયેલ એર સ્ટ્રાઇક અંગે તમે સરકારને ચાહો એ સવાલ કરી શકો છો. પરંતુ આ એર સ્ટ્રાઇક મામલે સેના પાસે પુરાવાની માંગ ન કરો.
લોકસભા ચૂંટણીના લેટેસ્ટ ન્યૂઝ જાણવા અહીં ક્લિક કરો