નવી દિલ્હી: કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન ચાલુ છે. રાકેશ ટિકૈતના નેતૃત્વમાં રવિવારે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન ટિકૈતે મુઝફ્ફરનગરમાં ખેડૂતોને સંબોધન કરતા ભાજપ, યુપી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. જો કે આ દરમિયાન એવા કેટલાક સૂત્રોચ્ચાર પણ થયા જેના કારણે સોશિયલ મીડિયા પર ટિકૈતની ખુબ ટીકા થઈ. 


રાકેશ ત્રિપાઠીએ કર્યો કટાક્ષ
આ બધા વચ્ચે ભાજપના નેતા રાકેશ ત્રિપાઠીએ પલટવાર કર્યો છે. ટિકૈતની એક ટ્વીટ પર ઉત્તર પ્રદેશ ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કટાક્ષ કરતા કહ્યું કે, '20 હજાર ભેગા ન કરી શક્યા, 20 લાખનો દાવો કરી રહ્યા છે.' તેમણે ટિકૈત પર પ્રહાર કરતા કહ્યું કે ચાર ફોટા ટ્વીટ કર્યા છે અને ચારેયમાં પોતાનો જ ચહેરો દેખાડી રહ્યા છે. મિયા ખલીફાની અફવા ઉડાવી હતી, એટલે થોડી ઘણી ભીડ આવી, પરંતુ લોકો નિરાશ થઈને પાછા ફર્યા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube