રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીના આ આક્ષેપો પર ભાજપે પણ જડબાતોડ જવાબ આપ્યા. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે આપણે લોકોએ હમણા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ જોઈ. રાહુલ ગાંધી ગભરાયેલા અને ડરેલા છે. મોંઘવારી અને બેરોજગારી પર જ્યારે ચર્ચા થાય છે ત્યારે તેઓ આવતા નથી, ગૃહની બહાર જતા રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના નેતા રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી સ્પષ્ટપણે જૂઠ્ઠુ બોલ્યા છે. હજુ 2 દિવસ પહેલા જ ગૃહમાં ચર્ચા થઈ તેમાં કોંગ્રેસ પાર્ટીના લોકોએ ભાગ લીધો કે નહીં? નીચલા સ્તરના આરોપો લગાવ્યા કે નહીં? રાહુલ ગાંધીએ એ જૂઠ્ઠુ કેમ બોલ્યા કે તેમને બોલવા દેવામાં નથી આવતા? એ દેશને  બતાવવું જરૂરી છે. તેમણે કહ્યું કે મોંઘવારી અને બેરોજગારી પર ચર્ચા એક બહાનું છે, સાચુ કારણ ED ને ધમકાવી, ડરાવી અને પરિવારને બચાવવાનો છે. આ અસલ કારણ છે. 


Rahul Gandhi: મોંઘવારી-બેરોજગારી મુદ્દે રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું- 'જે ડરે છે તે જ ધમકાવે છે'


રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં તાનાશાહીનું રાજ છે. દેશમાં લોકતંત્રની હત્યા થઈ રહી છે. અમને બોલતા રોકવામાં આવે છે. અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે. અમે મોંઘવારીનો મુદ્દો ઉઠાવીએ છીએ. કોંગ્રેસ નેતાએ કહ્યું કે જે ડરે છે તે ધમકાવે છે. તેમણે કહ્યું કે અમે લોકતંત્રનું મોત જોઈ રહ્યા છીએ. ભારતે લગભગ એક સદી પહેલા જે ઈંટ પથ્થરથી  બનાવ્યું હતું તે તમારી આંખો સામે નષ્ટ થઈ રહ્યું છે. જે કઈ પણ તાનાશાહની શરૂઆતના વિચાર વિરુદ્ધ ઊભો થાય છે, તેના પર શાતિર હુમલો થાય છે. જેલમાં નાખવામાં આવે છે, ધરપકડ કરાય છે અને પીટવામાં આવે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube