નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની વિરુદ્ધ દિલ્હીના શાહીન બાગમાં જારી પ્રદર્શનને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP)એ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (arvind Kejriwal) પર નિશાન સાધ્યું છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ગુરૂવારે કહ્યું કે, શાહીન બાગના માધ્યમથી જે અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેની પાછળ બે જુડવા ભાઈ છે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી. આ બંન્ને જુડવા ભાઈઓએ એક બીજાનો હાથ પકડીને સરકાર બનાવી હતી. આ કુંભ મેળામાં છુટ્ટા પડેલા બે જુડવા ભાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંબિત પાત્રાએ બુધવારે પણ કોંગ્રેસ પર હુમલો કર્યો હતો. તેણે કહ્યું કે, કોંગ્રેસ વોટબેન્કની રાજનીતિ કરી રહી છે અને નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભ્રમ ફેલાવી રહી છે. પાત્રાએ કહ્યું કે, 'અમે કોંગ્રેસને પૂછવા ઈચ્છીએ છીએ કે સીએએની આડને લઈને હિન્દુને ગોળી કેમ આપવામાં આવી રહી છે.'


સીએએના વિરોધમાં શાહીન બાગમાં નાના બાળકોના મનમાં ઝેર ભરવાનો આરોપ લગાવતા પાત્રાએ કહ્યું કે, નાના-નાના બાળકોના મનમાં કટ્ટરતાના પાઠ ભણાવવામાં આવી રહ્યાં છે. આ કેવો વિરોધ છે. સંબિત પાત્રાએ એઆઈએમઆઈએમ નેતા અકબરુદ્દીન ઓવૈસીને જવાબ આપતા કહ્યું કે, 'અમારા દાદાએ દેશને સહિષ્ણુ બનાવ્યો.' મહત્વનું છે કે અસદુદ્દીન ઓવૈસીના નાના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીએ એક નજસભામાં કહ્યું હતું કે, મુસ્લિમોએ 80 વર્ષ સુદી દેશ પર રાજ કર્યું, લાલકિલો પણ તેમના બાબાએ બનાવ્યો. ઓવૈસીએ હિન્દુ સમુદાય માટે કહ્યું હતું કે, 'તમારા બાપે શું કર્યું.?'


દિલ્હીની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી, કપિલ મિશ્રાએ મનીષ સિસોદિયા કર્યા પ્રહાર


શાહીન બાગમાં ઘણા દિવસથી સીએએની વિરુદ્ધમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. પ્રદર્શનકારી આ કાયદાને પરત લેવાની માગ કરી રહ્યાં છે. બીજીતરફ સરકાર સ્પષ્ટ કરી ચુકી છે કે સીએએ કોઈ કિંમત પર વાપસ લેવામાં આવશે નહીં. આ કાયદાની વિરોધમાં કોંગ્રેસના ઘણા નેતા શાહીન બાગની મુલાકાત લઈ ચુક્યા છે. આ નેતાઓમાં શશિ ખરૂ, મણિશંકર અય્યર અને દિગ્વિજય સિંહ સામેલ છે. પરંતુ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે અહીનો પ્રવાસ કર્યો નથી.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...