મુંબઈઃ Shahnawaz Hussain Heart Attack: ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શાહનવાઝ હુસૈનને મંગળવારે હાર્ટ એટેક આવ્યા બાદ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભાજપ નેતાને સાંજે 4.30 કલાક આસપાસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીલાવતી હોસ્પિટલના (Lilavati Hospital)જલીલ પારકરે કહ્યુ કે હાર્ટ એટેકને કારણે શાહનવાઝ હુસૈનને દાખલ કરવામાં આવ્યા છે. તેમની એન્જિયોપ્લાસ્ટી થઈ છે. હુસૈન હાલ આઈસીયૂમાં દાખલ છે. 


મુંબઈમાં જ હતા શાહનવાઝ હુસૈન
હકીકતમાં શાહનવાઝ હુસૈન મુંબઈમાં હતા. તે બાંદ્રામાં ધારાસભ્ય અને ભાજપ મુંબઈ અધ્યક્ષ આશીષ શેલારના ઘર પર હતા. અહીં તેમને સમસ્યા થવા લાગી. આશીષ શેલાર તેમને લીલાવતી હોસ્પિટલ લઈને પહોંચ્યા અને તમામ જાણકારી મેળવી. હાલમાં તેમની સ્થિતિ સ્થિર છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube