Sonali Phogat: ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનું હાર્ટ એટેકથી નિધન, ભાજપની ટિકિટ પર લડી હતી ચૂંટણી
પૂર્વ અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેત્રી સોનાલી ફોગટનું નિધન થયું છે. સોનાલી ફોગાટે 2019માં હરિયાણા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી આદમપુર વિધાનસભાની ચૂંટણી લડી હતી. ચૂંટણી દરમિયાન પોતાના સોશિયલ મીડિયા વીડિયોના કારણે પણ તેઓ ખુબ ચર્ચામાં રહ્યા હતા.
Sonali Phogat Passes Away: ભારતીય જનતા પાર્ટીના નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનું નિધન થયું છે. સોનાલી ફોગાટે 2019માં હરિયાણા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી આદમપુર વિધાનસભાની ચૂંટણી લડી હતી. પરંતુ તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી દરમિયાન પોતાના સોશિયલ મીડિયા વીડિયોના કારણે પણ તેઓ ખુબ ચર્ચામાં રહ્યા હતા.
ભાજપના નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટનું સોમવારે મોડી રાતે ગોવામાં હાર્ટ એટેકથી નિધન થયું. મોતના ગણતરીના સમય પહેલા તેમણે એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તેમણે ટ્વિટર એકાઉન્ટ પર પોતાનો પ્રોફાઈલ ફોટો પણ બદલ્યો હતો. એવું કહેવાય છે કે તેઓ પોતાના કેટલાક સ્ટાફ મેમ્બર સાથે ગોવા ગયા હતા. સ્શાનિક પ્રશાસન તેમના મોતના કારણની પુષ્ટિ કરવામાં લાગ્યું છે.
એન્કરિંગથી કરી હતી શરૂઆત
સોનાલી ફોગાટનો જન્મ 21 સપ્ટેમ્બર 1979ના રોજ હરિયાણાના હિસારના એક નાનકડા ગામ ભૂટાનમાં થયો હતો. સોનાલીના પિતા ખેડૂત છે અને ખેતીવાડી સંભાળે છે. પરિવારમાં ત્રણ બહેનો અને એક ભાઈ છે. તેમણે નોઈડા સેક્ટર એકમાં સ્થિત એક ઈન્સ્ટિટ્યૂટથી અભ્યાસ કર્યો હતો. તેમણે પોતાની કરિયરની શરૂઆત હિસાર દુરદર્શનમાં એંકર તરીકે કરી હતી. એંકરિંગ દરમિયાન ભાજપના નેશનલ વર્કિંગ કમિટિ સાથે જોડાયા. ત્યારબાદ તેમને અનેક રોલ ઓફર થયા અને તેમણે એંકરિંગ છોડીને એક્ટિંગની દુનિયામાં ડગ માંડ્યા. તેમણે રવિ કિશન, જિમી શેરગિલ જેવા કલાકારો સાથે કામ કર્યું છે. ઝી ટીવી પર પ્રસારિત 'અમ્મા'માં નવા શાહની પત્નીની ભૂમિકા ભજવી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube