ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નતા વસુંધરા રાજેએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર પલટવાર કરતા તેમને ખુલ્લો પડકાર ફેંક્યો છે. પૂર્વ સીએમ રાજેએ ગેહલોતના એ દાવા પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે જેમાં તેમણે કહ્યું હતું કે વસુંધરા રાજે અને અન્ય બે ભાજપ નેતાઓએ સચિન પાયલટના બળવા દરમિયાન 2020માં તેમની (ગેહલોત સરકાર) સરકારને બચાવવામાં મદદ કરી હતી. તેમના દાવાઓને 'અપમાન' અને 'ષડયંત્ર' ગણાવતા વસુંધરા રાજેએ ગેહલોતને પડકાર ફેંક્યો અને કહ્યું કે જો તેમની પાસે પુરાવા હોય કે તેમના ધારાસભ્યોએ લાંચ સ્વીકારી હતી તો આ મામલે એફઆઈઆર નોંધાવો. રવિવારે સાંજે બહાર પાડેલા એક નિવેદનમાં પૂર્વ સીએમ રાજેએ કહ્યું કે મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમનું જેવું અપમાન કર્યું છે તેવું રાજસ્થાનમાં કોઈએ કર્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજેએ કહ્યું કે મારા વિરુદ્ધ ગેહલોતનું આ ષડયંત્ર છે. ગેહલોતે મારું જેટલું અપમાન કર્યું કોઈ કરી શકે નહીં. વસુંધરા રાજેએ ગેહલોતના અમિત શાહ, ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્ર સિંહ પર સરકાર પાડવાના આરોપ પર પલટવાર કરતા કહ્યું કે મુખ્યમંત્રી ગેહલોત 2023માં થનારી હારથી ભયભીત થઈને ખોટું બોલી રહ્યા છે. તેમણે કહ્યું કે, લાંચલેવી અને આપવી બંને ગુનો છે. જો તેમના વિધાયકોએ પૈસા લીધા હોય તો FIR દાખલ કરો. પોતાની જ પાર્ટીમાં થઈ રહેલા બળવા અને પડી રહેલા જનાધારથી રઘવાયા થઈે તેમણે અમર્યાદિત અને ખોટા આરોપ લગાવ્યા છે. રાજેએ આરોપ લગાવ્યો કે 2008 અને 2018માં ગેહલોતે વિધાયકોના ખરીદ વેચાણથી સરકાર બનાવી હતી. 


વાર પલટવાર વચ્ચે ગેહલોતની આ ટિપ્પણીને બેધારી તલવાર તરીકે જોવામાં આવી રહી છે. જે રાજ્યમાં થનારી વિધાનસભા ચૂંટણીની બરાબર પહેલા આવી છે. ગેહલોત એક બાજુ વસુંધરા રાજે પર વાર કરી રહ્યા છે જ્યારે બીજી બાજુ પાયલટ અને તેમના સમર્થકો ઉપર પણ નિશાન સાંધ્યું છે. જે રાજસ્થાનમાં કોંગ્રેસની જીત અને તેમના મુખ્યમંત્રી બનવાના દાવાને પડકારી શકે છે. 


જુલાઈ 2020માં સચિન પાયલટ અને તેમના 18 વફાદારોએ ગેહલોતના નેતૃત્વ સામે બળવો પોકાર્યો હતો. જો કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના હસ્તક્ષેપ બાદ મહિનો ચાલેલું સંકટ દૂર થયું હતું. આ સમગ્ર ઘટનાક્રમ બાદ પાયલટને ડેપ્યુટી સીએમ અને રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યા હતા. 


Opinion Poll: કર્ણાટકમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલના ચોંકાવનારા આંકડા


Wrestlers Protest: કુસ્તીબાજો અને ખેડૂતોએ સરકારને આપ્યું 15 દિવસનું અલ્ટીમેટમ


ચક્રવાતી તોફાન Mocha ની જોવા મળશે અસર, જાણો ક્યાં આવશે વરસાદ અને તોફાન


વસુંધરા રાજેના ગૃહ ક્ષેત્ર ધોલપુરમાં પોતાના સંબોધનમાં હાલમાં ગેહલોતે કહ્યું હતું કે વસુંધરા રાજેએ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ કૈલાશ મેગવાલ અને વિધાયક શોભરાની  કુશવાહએ તેમની સરકારને બચાવવામાં મદદ કરી હતી. તેમણે કોંગ્રેસમાં વિદ્રોહ માટે ભાજપના ષડયંત્રને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે કહ્યું કે અમિત શાહ, ગજેન્દ્ર સિંહ શેખાવત અને ધર્મેન્દ્ર પ્રધાને ભેગા મળીને મારી સરકારને પાડવાની કોશિશ કરી હતી. ગેહલોતે કહ્યું હતું કે તેમણે રાજસ્થાનમાં પૈસા વહેંચ્યા અને તેઓ હવે પૈસા પાછા લઈ રહ્યા નથી. મને આશ્ચર્ય છે કે તેઓ તેમની પાસેથી (વિધાયકો) પૈસા પાછા કેમ માંગતા નથી. 


તેમણે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો ઉપર પણ કટાક્ષ કરતા કહ્યું કે તેમણે પૈસા પાછા આપી દેવા જોઈએ. જેથી કરીને કોઈ પણ દબાણ વગર તેઓ પોતાનું કર્તવ્ય નિભાવી શકે. તેમણે કહ્યું કે મે વિધાયકોને એટલે સુધી કહ્યું છે કે તેમણે જે પણ  પૈસા લીધા છે, 10 કરોડ રૂપિયા કે 20 કરોડ રૂપિયા જો તેમણે કઈ પણ ખર્ચ કર્યા છે તો હું તે હિસ્સો આપીશ કે પછી એઆઈસીસી (અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી) પાસેથી અપાવીશ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube