Watch Video: નેતાજી અન્ય મહિલા સાથે કરી રહ્યા હતા રોમાન્સ, પત્નીએ રંગે હાથે પકડી ચપ્પલથી માર્યા
Watch Video: પર સ્ત્રી સાથે જાહેરમાં `અંગત પળો` ભોગવવી ભાજપના નેતાને ભારે પડી ગઈ. પત્નીએ ચપ્પલે ચપ્પલે માર્યા.ઉત્તર પ્રદેશના કાનપુરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભાજપના નેતાને તેમની પત્ની ચપ્પલથી પીટાઈ કરી રહી છે. ભાજપના નેતાની પત્નીએ તેને બીજી મહિલા સાથે પાર્કમાં રંગે હાથ પકડ્યો ત્યારબાદ તો તેનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો અને પતિની બરાબર ધુલાઈ કરી નાખી.
Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના કાનપુરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભાજપના નેતાને તેમની પત્ની ચપ્પલથી પીટાઈ કરી રહી છે. ભાજપના નેતાની પત્નીએ તેને બીજી મહિલા સાથે પાર્કમાં રંગે હાથ પકડ્યો ત્યારબાદ તો તેનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો અને પતિની બરાબર ધુલાઈ કરી નાખી. આ દરમિયાન ત્યાં ખુબ હંગામો પણ મચ્યો. આ હાઈવોલ્ટેજ ડ્રામાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.
બીજી મહિલા સાથે રંગે હાથ પકડ્યો
મળતી માહિતી મુજબ ભાજપના નેતા પાર્કમાં બીજી મહિલા સાથે હતા. આ દરમિયાન તેમની પત્નીએ તેમને રંગે હાથ પકડ્યા. ગુસ્સે ભરાઈને પત્નીએ પતિની ચપ્પલથી ધુલાઈ કરી. ભાજપના નેતાની પત્ની કુટુંબીજનો સાથે ત્યાં પહોંચી હતી. પતિની પીટાઈ જોઈને ભીડ ભેગી થવા લાગી. ત્યાં હંગામો વધી રહ્યો હતો. ત્યારબાદ પોલીસને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી.
6 વર્ષ પહેલા જ થયા હતા લગ્ન
આ મામલો કાનપુરના આનંદપુરી પાર્કનો છે. ભાજપના નેતા મોહિત સોનકરના 6 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. ભાજપના નેતા પર આરોપ છે કે તે અનેક દિવસથી આ પ્રકારની હરકત કરી રહ્યા હતા. મોહિત સોનકરને એક પુત્ર અને પુત્રી પણ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube