જબલપુર: મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભારતીય અનુસૂચિત જાતિ અને જનજાતિ અધિકાર પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ઈન્દ્રેશ ગજભિયેએ ભોપાલ લોકસભા બેઠકને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પત્ર લખ્યો છે. જેમાં તેમણે ભોપાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉમેદવાર બનાવવાની વાત કરી છે. ભાજપના નેતા ઈન્દ્રેશ ગજભિયેનું કહેવું છે કે "ભોપાલ લોકસભા વિસ્તારથી શિવરાજ સિંહ ચૌહાણને ઉમેદવાર જાહેર કરવા એ ભાજપને મોંઘુ પડી શકે છે. કારણ કે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, દિગ્વિજય સિંહ સામે નબળા ઉમેદવાર છે. આથી ભાજપે ભોપાલ લોકસભા બેઠક માટે એવો ઉમેદવાર જાહેર કરવો જોઈએ જે દિગ્વિજય સિંહને ધોબીપછાડ આપી શકે અને તે ઉમેદવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ છે. જે દિગ્જવિજય સિંહને ભોપાલમાં સજ્જડ હાર આપી શકે છે." 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહાર: મહાગઠબંધનમાં સસ્પેન્સ ખતમ, RJDએ 18 અને કોંગ્રેસે 7 ઉમેદવારોના નામ જાહેર કર્યાં 


ભાજપના નેતા ઈન્દ્રેશ ગજભિયેનું કહેવું છે કે "શિવરાજ સિંહની મામાગિરી હવે ફિક્કી પડી ગઈ છે. આથી તેઓ દિગ્વિજય સિંહ સામે નબળા ખેલાડી સાબિત થઈ શકે છે. ભાજપ જો ભોપાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણીના મેદાનમાં ઉતારશે તો મધ્ય પ્રદેશમાં ભાજપની તમામ 29 બેઠકો પર જીત મળી શકે છે." ભાજપના નેતાએ વધુમાં કહ્યું કે "શિવરાજ સિંહએ પોતાની છબી બનાવવા માટે દિગ્વિજય સિંહની જેમ 10 વર્ષ સન્યાસ લઈ લેવો જોઈએ. જેથી કરીને તેઓ જનતાની વચ્ચે બગડેલી છબી સુધારી શકે. ત્યારબાદ જ તેમણે રાજકારણમાં વાપસી કરવી જોઈએ." 


પ્રિયંકા ગાંધીને વારાણસીથી લડવી છે ચૂંટણી? પીએમ મોદીની સામે થઇ શકે છે સીધી ટક્કર!


આ બાજુ બાલાઘાટ લોકસભા બેઠક પરથી પોતાની દાવેદારી અંગે વાત કરતા તેમણે કહ્યું કે "મેં દલિતો માટે સંઘર્ષ કર્યો છે. આથી મેં મારા ગૃહ જિલ્લા બાલાઘાટ કે અનામત બેઠક દેવાસથી ટિકિટ માંગી છે. ભાજપે આંબેડકરવાદીઓથી અંતર બનાવ્યું છે. વીરેન્દ્ર ખટીક, સંધ્યા રાય, અને અનિલ ફિરોઝીયા આંબેડકર વાદી નથી. આથી ભાજપે જો મને ટિકિટ ન આપી તો બાલાઘાટ અને દેવાસમાં હાર નિશ્ચિત છે. વીરેન્દ્ર ખટીક, સંધ્યા રાય અને અનિલ ફિરોઝીયામાંથી કોઈ પણ એવું નથી કે જે ભાજપને બાલાઘાટમાં જીત અપાવી શકે. હું જ ભાજપને જીત અપાવવા માટે સક્ષમ છું." 


જુઓ LIVE TV


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...