હૈદરાબાદઃ Telangana News: તેલંગણાના મેડક જિલ્લામાં મંગળવારે કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ એક સ્થાનીક ભાજપ નેતાને તેમની કારમાં બંધ કરી જીવતા સળગાવી દીધા છે. પોલીસે તેના સળગી ગયેલા મૃતદેહને કારની ડેકીમાંથી જપ્ત કર્યો છે. મેડલ એસપી પ્રમાણે કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ ભાજપના નેતાને કારની ડેકીમાં બંધ કરી આગ લગાવી દીધી, ત્યારબાદ તેમનું મોત થયું છે. તેમનો સળગેલો મૃતદેહ ડેકીમાંથી મળી આવ્યો છે. 


મેડક એસપી ચંદના દીપ્તિએ કહ્યું- કેટલાક અજાણ્યા લોકોએ ભાજપના નેતાને તેમની કારમાં બંધ કરી આગ લગાવી દીધી, અમને તેમનો સળગેલો મૃતદેહ કારની ડેકીમાંથી મળ્યો છે. ઘટનાની તપાસ ચાલી રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube